શેલ્બી હોસ્પિટલસુરતે 5 વિશિષ્ટ સિદ્ધિઓ સાથે એક્સપર્ટ હેલ્થકેરમાં 5 વર્ષ પૂરા કર્યા

સુરત: શેલ્બી હોસ્પિટલ્સ સુરતને દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાંની એક ગણવામાં આવે છે. તેણે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ હોસ્પિટલ એ શેલ્બીની 11 હોસ્પિટલોની ચેઈનનો એક ભાગ છે જેની સ્થાપના વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. વિક્રમ શાહ દ્વારા કરવામાં આવી હતી. ડો. શાહના દૂરંદેશી નેતૃત્વથી તે આજે સમગ્ર ભારતમાં 8 શહેરોમાં હાજર છે. શેલ્બી સુરતની સ્થાપના 2017માં થઈ હતી.

આ 243 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ગુજરાતના હૃદય સમાન સુરતમાં હાઈ ક્વોલિટી હેલ્થકેર સેવાઓ ઓફર કરે છે. તેણે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોની સારવાર કરી છે. શેલ્બી સુરત આજે એવી હોસ્પિટલોમાં છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને મિનિમલી ઈનવેઝિવ સ્પાઈન સર્જરી કરવામાં આવે છે. અહીં આ પ્રકારની 10,000 થી વધુ સર્જરીઓ કરવામાં આવી છે જેમાંથી 5,000 જેટલી ની રિપ્લેસમેન્ટ સર્જરીઓ છે. આ ઉપરાંત અહીં 25,000 ડાયાલિસિસ કરવામાં આવ્યા છે અને 20,000 જેટલા ગંભીર દર્દીઓની સારવાર કરી છે.

છેલ્લા પાંચ વર્ષમાં શેલ્બી હોસ્પિટલ સુરતે અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. તેની પાંચ અનન્ય સિદ્ધિઓ આ પ્રમાણે છે: તે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર છે જ્યાં 5000 થી વધુ સર્જરીઓ કરવામાં આવી છે. તે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ અને બહુ ઓછા ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી સેન્ટર પૈકી એક છે જ્યાં VABB મશીનથી નોન-કેન્સર બ્રેસ્ટ ટ્યુમરની સ્કારલેસ સારવાર થાય છે, તે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સ્પાઇન કેર સેન્ટર છે, દક્ષિણ ગુજરાતમાં સારવાર પામેલા કોવિડ દર્દીઓની સંખ્યામાં સૌથી આગળ છે અને દક્ષિણ ગુજરાતમાં કોવિડનું સૌથી વધુ રસીકરણ કર્યું છે.

તે તેના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તમામ મુખ્ય સ્પેશિયાલિટી માટે સારવાર આપે છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સમાં સામેલ છેઃ ઓર્થોપેડિક્સ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, આર્થ્રોસ્કોપી એન્ડ સ્પોર્ટ્સ મેડિસિન, સ્પાઇન એન્ડ મિનિમલ ઈનવેઝિવ સ્પાઇન સર્જરી, કાર્ડિયોલોજી એન્ડ કાર્ડિયોવેસ્ક્યુલર સર્જરી, મેડિકલ, સર્જિકલ એન્ડ ઓન્કોલોજી, ન્યુરોલોજી એન્ડ ન્યુરોસર્જરી, ઇન્ટરવેનશનલ રેડિઓલોજી વગેરે. 35 થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ અને નિષ્ણાત ડોકટરોની ટીમ મોટી સંખ્યામાં દર્દીઓની સંભાળ અને સહાનુભૂતિ સાથે સેવા આપે છે.

શેલ્બી હોસ્પિટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ,કરોડરજ્જુની સારવાર,કાર્ડિયાક સેવાઓ અને કેન્સરની સારવાર, કેન્સર સર્જરી અને કીમોથેરાપી માટે સમગ્ર વિસ્તારમાં જાણીતી છે.

આ ઉપરાંત, તેણે તાજેતરના ભૂતકાળમાં મોટી સંખ્યામાં કાર્ડિયાક અને ન્યુરો પેશન્ટ્સની સારવાર કરી છે. કોવિડ 19 રોગચાળાનો સામનો કરવામાં શેલ્બીએ મહત્ત્વની ભૂમિકા ભજવીને કોવિડના હજારો પેશન્ટની સારવાર કરી છે. અમે સુરતમાં 50,000થી વધુ લોકોને કોવિડની રસી આપપી છે. આ એવી બહુ ઓછી હોસ્પિટલો પૈકી એક છે જે હોમકેર સર્વિસ આપે છે. શેલ્બી સુરતને તેની ઉચ્ચ ક્વોલિટીની હેલ્થકેર સેવાઓ બદલ કેટલાક એવોર્ડ પણ મળ્યા છે.

આપ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શેલ્બી હોસ્પિટલ્સના વરિષ્ઠ સ્પાઇન સર્જન ડૉ. ગૌરવ ખંડેલવાલે એક 16 વર્ષના છોકરાની ખૂબ જ દુર્લભ સ્કોલિયોસિસની સારવારની સફળતાની વાર્તા રજૂ કરી, જેનું જીવન શેલ્બી માં સર્જરી પછી બદલાઈ ગયું છે.

કેસ વિશે જણાવતાડૉ. ખંડેલવાલે કહ્યું, “આ ખૂબ જ પડકારજનક અને મુશ્કેલ કેસ હતો. આયુષને સ્કોલિયોસિસનું ખરાબ સ્વરૂપ હતું અને સર્જરીમુશ્કેલ હતી. મને ખુશી છે કે શેલ્બીમાં અમારી પાસે ટીમ વર્ક અને નવીનતમ સાધનો સાથે અમે તેની સફળતાપૂર્વક સારવાર કરી શક્યા.”

શેલ્બી હૉસ્પિટલ્સના ગ્રુપ સીઓઓ ડૉ. નિશિતા શુક્લાએ કહ્યું, “અમને ડાયમંડ સિટી સુરતમાં પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ ગર્વ છે. અમે હંમેશા અમારા દર્દીઓને શ્રેષ્ઠ શક્ય હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારી પાસે અનુભવી ડૉક્ટરો, પ્રશિક્ષિત નર્સિંગ સ્ટાફની મોટી ટીમ છે

અને અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ છે.”

શેલ્બી હોસ્પિટલ સુરતના ક્લસ્ટર હેડ ડૉ. સુપ્રિયા સરકારે ઉમેર્યું કે, “માત્ર જોઈન્ટ સંયુક્ત રિપ્લેસમેન્ટ અને સ્પાઇન માટે જ નહીં, પણ કેન્સર અને ન્યુરોલોજી માટે પણ શેલ્બી હોસ્પિટલ, સુરત સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે પસંદગીનું સ્થળ બની છે.” શેલ્બી હોસ્પિટલ ખાતે AVP, કોર્પોરેટ ડેવલપમેન્ટ, ડો. હાર્દિક ઠક્કરે જણાવ્યું કે, “અમે સુરત નજીક શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં પ્રિવેન્ટિવ મેડિસિનને પ્રમોટ કરવા માટે પ્રવૃત્તિઓ કરીએ છીએ. અમે વિવિધ સ્વૈચ્છિક સંગઠનો સાથે પણ ભાગીદારી કરીએ છીએ. તેમાં દર્દી જાગૃતિ કાર્યક્રમ અને મફત કન્સલ્ટેશન કેમ્પ સામેલ છે.”

શેલ્બી હોસ્પિટલ સુરતનાડેપ્યુટી ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરડૉ.દુષ્યંત પટેલ ઉમેરે છે કે “અમારી હોસ્પિટલે શહેરમાં અને ખાસ કરીને ટ્રોમા, કાર્ડિયાક અને ન્યુરો ઈમરજન્સીના કેસોમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામના મેળવી છે.”

શેલ્બી હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન ડૉ. વિક્રમ શાહે જણાવ્યું હતું કે, “અમે જોયું છે કે આપણા દેશમાં કેટલાંક વર્ષો સુધી હેલ્થકેરની બેસ્ટ સુવિધાઓ માત્ર મેટ્રો શહેરોમાં મળતી હતી. અમે બીજા શહેરોમાં પણ ક્વોલિટી હેલ્થકેર સુવિધા પૂરી પાડવા માંગીએ છીએ. ખાસ કરીને પશ્ચિમ, ઉત્તર અને સેન્ટ્રલ ભારતમાં આ સુવિધા આપવા માંગીએ છીએ. 2017માં શેલ્બી હોસ્પિટલ્સ સુરતની સ્થાપના એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું.