આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે candor ivf center pvt ltd ખાતે યોજાયેલ HPV રસીકરણ શિબિરનો 800થી વધુ મહિલાઓએ લાભ લીધો

સુરત: વ્યંધત્વ નિવારણ કેન્દ્ર તરીકે વિખ્યાત કેન્ડોર IVF સેન્ટર દ્વારા આજ રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી HPV રસીકરણ માટેના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 800 થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો.

કેન્ડોર IVF સેન્ટર ના સ્થાપક ડૉ. જયદેવ ધામેલિયાએ જણાવ્યું હતું કે આજે મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ અંગે મહિલામાં જાગૃતિ આવે અને સાથે જ ગર્ભાશય ગ્રીવના કેન્સર અને જનનતંત્ર મસાઓ સામે રક્ષણ મળે તે માટે કારગર એવી HPV રસી ઉપલબ્ધ છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે કાપોદ્રા સ્થિત કેન્ડોર IVF સેન્ટર ખાતે રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી આયોજિત આ શિબિરનો 800થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્ડોર IVF સેન્ટરની સુરત ખાતે ચાર અને ગુજરાતમાં કુલ આઠ શાખાઓ આવેલી છે. જ્યારે ગુજરાત બહાર પણ એક શાખા કાર્યરત છે. આગામી દિવસોમાં વધુ શાખાઓ શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.