રાજીવ ચંદ્રશેખરે ઓરો યુનિવર્સિટી, સુરત ખાતે સ્ટાર્ટઅપ્સ – ઈનોવેટર્સ સાથે મુલાકાત કરી

સુરત: કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ, ઉદ્યોગસાહસિકતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દક્ષિણ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન સુરતની ઓરો યુનિવર્સિટીના ઉભરતા સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાય સાથે વાર્તાલાપ કર્યો હતો. “ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયાઃ ટેકડે ઑફ ઓપોર્ચ્યુનિટીઝ” શીર્ષક હેઠળના સેશન દરમિયાન, તેમણે નરેન્દ્ર મોદી સરકારે મહામારીનો સામનો કરવા લીધેલા પગલાંઓની પ્રશંસા કરી અને કહ્યું કે ટકાઉ જીડીપી વૃદ્ધિ દરને ટાંકીને નવું ભારત લોકશાહીની વર્ષો જૂની માન્યતાઓને તોડી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 75,000 રજિસ્ટર્ડ ફર્મ્સ અને 100 યુનિકોર્ન સાથે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયુ છે.

ઓરો યુનિવર્સિટી શ્રી ઓરોબિંદોની 150મી જન્મજયંતિ અને નવા શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો ઉત્સવ ઉજવી રહી છે. જેમાં શ્રી ચંદ્રશેખરે યુવાનોને પ્રેરણા આપી હતી.

વિદ્યાર્થીઓ સાથેના તેમના રસપ્રદ સંવાદ દરમિયાન, તેમણે ભારતીય અર્થતંત્રના વાસ્તવિક ચાલકો તરીકે ઉલ્લેખ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા કારણ કે તે 5 ટ્રિલિયનની ઇકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓને સંબોધન કરવા દરમિયાન મંત્રીએ જણાવ્યુ કે, “આ દિવસોમાં સ્ટાર્ટઅપ્સ ફેશન નથી, હાલ તે એકદમ સામાન્ય છે. છેલ્લાં આઠ વર્ષમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી સક્રિય નીતિઓ અને સુધારાઓ દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઊંડા માળખાકીય ફેરફારોમાંથી બહાર આવી રહેલી નવી વાસ્તવિકતા છે.”

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જેમાં માનનીય મંત્રી આદરણીય મહેમાનો અને મહાનુભાવો સાથે બારડોલીના લોકસભાના સભ્ય પ્રભુભાઈ વસાવા, ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણના કમિશનર એમ. નાગરાજન, શ્રી હિરન્મય મહંતા (એસએસઆઇપી-આઇહબ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઓરો હોટેલ એન્ડ યુનિવર્સિટીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને એક્ટિંગ પ્રોવોસ્ટ શ્રી સુરેશ માથુર, ડૉ. અમરીશ મિશ્રા – રજિસ્ટ્રાર, ડૉ. મોનિકા સુરી – એસોસિયેટ ડીન, ડૉ. કિરણ સિંહ – શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ લાઇફ સેન્ટરના ડિરેક્ટર, ડૉ. સંદીપ શર્મા – ઓરો ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેલના હેડ, ડૉ. વિશ્વાસ દેવકર – એસઓજેએમસીના એસોસિયેટ પ્રોફેસર એ મહેમાનોનું સન્માન અને સ્વાગત કર્યું.

શ્રી સુરેશ માથુર પોતાના સંવાદમાં શ્રોતાઓને ઓરો હોટેલ્સની તેની સ્થાપનાથી લઇને, તેમના દ્વારા હાંસલ કરાયેલા સીમાચિહ્નો, હાલમાં, તેની ભવ્ય સ્થિતિ સુધીની સફર પર લઈ ગયા હતા. શ્રી માથુરે સમજાવ્યું કે કેવી રીતે શ્રી અરબિંદોના સિદ્ધાંતો અને માતાના સિદ્ધાંતોએ સ્થાપકોને પ્રભાવિત કર્યા અને વિજય અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કર્યો. એમ. નાગરાજને યંગ માઇન્ડને સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલિસી (એસએસઆઇપી 2.0) વિશે માહિતી આપી અને માઇન્ડ ટુ માર્કેટ વિશે વાત કરી હતી.

તેમની મુલાકાત દરમિયાન માનનીય મંત્રીએ વારલી પેઇન્ટિંગ વર્કશોપ તેમજ યુનિવર્સિટી દ્વારા આઠ દિવસીય ઈવેન્ટ ફેસ્ટિવલ ઓફ લર્નિંગ 2022 અંતર્ગત આયોજિત વિવિધ ઇનોવેટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ઉપરાંત માનનીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ લાઇફ સેન્ટર (એસએઆઇએલસી) ના નિયામક ડૉ. કિરણ સિંહ દ્વારા લખાયેલું “ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ ઇટ્સ પ્રેક્ટિસ” નામના પુસ્તકનું લોકાર્પણ કર્યુ. તેમણે એસએઆઇએલસીની સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરી. રિસર્ચ ઇનોવેશન સેલ ઓરો યુનિવર્સિટી હેઠળ સ્ટાર્ટ-અપ્સના અસાધારણ અને પાથ-બ્રેકિંગ વિઝન માટે વિવિધ શૈલીઓમાં શેફ અરુષા રેલાન, નંદિની સુલતાનિયા, પ્રીતિ દેસાઇ, વત્સવ પરીખને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંજલિ શર્મા, રોહન કમલાની, નંદિની સુલતાનિયા, મંચ પર અને સાગર સારડાએ શ્રોતાઓ તરફથી મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા. પ્રો. અર્પિતા યાદવે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.