દોડ થકી મિત્રોએ  આપ્યો યે દોસ્તી હમ નહીં તોડેંગે અને હર ઘર તિરંગાનો સંદેશ

સુરત: ફ્રેન્ડશિપ ડેના અવસરે ડુમસ સ્થિત ડિકેથ્લોન ખાતે થી સ્ટીરિયો એડવેન્ચર્સ દ્વારા રવિવારે સવારે સુરત ૧૦ કે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોએ  ફેન્ડશિપ ડેના દિવસે યે દોસ્તી હમ નહીં તોડેંગે અને હર ઘર તિરંગાનો સંદેશ લોકોમાં વહેતો કર્યો હતો.

સુરત ૧૦ કે દોડના આયોજક  હાર્દિક પુરોહીતે જણાવ્યું હતું કે મિત્રતાની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે છે, સાથે જ દેશ આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે ત્યાર આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખી ડિકેથ્લોન સ્પોર્ટ્સ દ્વારા સ્ટીરિયો એડવેન્ચર્સ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની યુવા શાખાના સહયોગથી રવિવારે સવારે સુરત ૧૦ કે, ૫ કે અને ૩ કે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં માત્ર સુરત જ નહીં પણ વ્યારા, બારડોલી, ભરુચ, અંકલેશ્વર, નવસારી, વલસાડ, વાપી, વડોદરા અને અમદાવાદાના સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. ૧૦ કે દોડ એ  ઓફિશ્યલ ટાઈમિંગ ની  દોડ હતી. જ્યારે ૫ કિમી અને ૩ કિમી દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે મેરેથોન દોડ માં કુલ 675 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ દોડ દરમિયાન સ્પર્ધકોએ  ફેન્ડશિપ ડે પર યે દોસ્તી હમ નહીં તોડેંગેનો સંદેશો આપ્યો હતો. સાથે જ ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા અભિયાન પ્રત્યે  પણ લોકો જાગૃત થાય તે માટે તમામ સ્પર્ધકો રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના સાથે હાથોમાં તિરંગા રાખી દોડ્યા હતા. સવારે ૬ વાગે ડુમસ ડિકેથ્લોન ખાતેથી દોડને ફલેગ ઓફ  આપવામાં આવ્યું હતું અને ડુમસ લંગર થી યુ ટર્ન લઇને દોડ ડિકેથ્લોન ખાતે પૂર્ણ થઈ હતી. દોડના અંતે ૧૦ કે દોડમાં મહિલા અને પુરૂષ સાથે જ ઉમર ­માણેની કેટગરી વાઇઝ ­થમ ત્રણ-ત્રણ વિજેતાઓ ને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા