સુરત. આદિવાસી બાળકોના શિક્ષણ માટે કાર્યરત ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી અને એકલ યુવા દ્વારા રવિવારે સુરતમાં એકલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3208 દોડવીરોએ ભાગ લઈ રન ટુ એજયુકેટ ટ્રાઈબલ ચિલ્ડ્રનનો સંદેશો આપ્યો હતો.
ફ્રેન્ડસ્ ઓફ ટ્રાઈબલ સોસાયટીના અધ્યક્ષ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે આદિવાસી બાળકોમાં શિક્ષણના ફેલાવવા માટે એકલ વિદ્યાલય ચલાવવામાં આવી રહ્યા છે. આજે દેશભરમાં 84 હજારથી વધુ એકલ વિદ્યાલય ચાલી રહ્યા છે. એટલે કે, આ શાળાઓ એક ગામ, એક શિક્ષક અને એક શાળાની તર્જ પર ચાલી રહી છે અને દેશભરમાં આ એકલ વિદ્યાલયોમાં 22 લાખથી વધુ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એકલ યુવા દ્વારા આદિવાસી બાળકોમાં શિક્ષણનો ફેલાવો કરવા અને આ બાળકોને મદદ કરવા માટે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત, ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ સોસાયટી અને એકલ યુવાના સંયુક્ત ઉપક્રમે રવિવારે સુરતમાં એકલ રન “રન ટુ એજ્યુકેટ ટ્રાઇબલ ચિલ્ડ્રન” નું આયોજન કરવામાં આવ્યું હતું. એકલ યુવા મેન્ટર અને ઇવેન્ટ ચેરમેન શ્રીનારાયણ પેરીવાલે જણાવ્યું હતું કે આ દોડમાં દેશના 3208 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો અને એકલ અભિયાનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી. રેસ ડાયરેકટર લલિત પેડીવાલે તમામ દોડવીરોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે ” દોડતા રહીએ, સ્વસ્થ રહીએ” અને સૌનો આભાર વ્યકત કરતા કહ્યું કે ” પઢેગા ભારત, તભી તો આગે બઢેગા ભારત” ચાલો સૌ મળીને
“दौड़ते रहिए स्वस्थ रहिए” और सभी का आभार व्यक्त करते हुए कहा की “पढ़ेगा भारत तभी तो आगे बढ़ेगा भारत”, आइये सब मिलकर देश के वनवासी नागरिकों के उज्जवल भविष्य का निर्माण करें। कार्यक्रम को सफल बनाने में एकल युवा के अनुराग अग्रवाल, गोपेश अग्रवाल, गौतम प्रजापति, अनुराग जैन, ऋषभ चौधरी ने अहम भूमिका निभाई।