આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં ઉપલક્ષ્યમાં નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરાયું દોડનું આયોજન…

ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ

સુરત: નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ  આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આજરોજ ટ્રાફિક પોલીસ સાથે મળી સતત 7મી વખત “નિમાયા ગ્રેટ રન -2024નું આયોજન કરવામાં આવ્યું હતું.  ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશા સાથે આયોજિત આ દોડમાં 2500થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.

સમગ્ર આયોજન અંગે નિમાયા વતી ડૉ.પૂજા નાડકર્ણી સીંગ એ જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન”નું  આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 3જી માર્ચના રોજ સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયમ્ સેવકોનો સહયોગ મળ્યો હતો. 2500થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવરનેસ, વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો.

નિમાયા ગ્રેટ રન નું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાંચ હેતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના  ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સીંગ એ ફ્લેગ ઑફ કર્યું હતું.