કતારગામ ખાતે વિનામૂલ્યે નેત્ર આરોગ્ય વિશે સેમિનાર યોજાયો

સુરત: શહેરની આઇ હોસ્પિટલ ASG આઇ હોસ્પિટલ દ્વારા સૌમિત ગ્રુપના સહયોગ થી ધર્મનંદન ડાયમંડ ખાતે નેત્ર આરોગ્ય વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારનો ઉદ્દેશ્ય નેત્ર સંવાદના માધ્યમથી નેત્ર આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ 150 થી લોકોએ ભાગ લીધો હતો. સેમિનાર દરમિયાન વીપી શ્રી ધર્મેશ શાહ અને સૌમીત ગ્રુપના એચઆર હેડ મેઘા કુશવાહે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે માર્કેટિંગ હેડ શ્રી યશવંત માલિયા અને તેમની ટીમ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ધર્મનંદન ડાયમંડ ના એચઓડી એ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સેમિનારના આયોજન માટે ધર્મનંદન ડાયમંડના એચ આર હેડ મનીષભાઈ એ પ્રશંસા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.