કોટક પ્રાઇમે સુરતમાં મોબાઇલ મેડિકલ વાન દ્વારા વિનામૂલ્યે પ્રાઇમરી હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા વોખાર્ટ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

સુરત: કોટક મહિન્દ્રા બેંક લિમિટેડની કાર અને ટુ-વ્હીલર ફાઇનાન્સ કરતી પેટા કંપની કોટક મહિન્દ્રા પ્રાઇમ લિમિટેડ (કોટક પ્રાઇમ)એ આજે જાહેર કર્યું છે કે તેણે સુરતમાં ચાર અને રાજકોટમાં બે મોબાઇલ મેડિકલ વાન (એમએમવી) લોંચ કરવા માટે વોખાર્ટ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. વોખાર્ટ ફાઉન્ડેશન દ્વારા એમએમવીનું સંચાલન કરવામાં આવે છે અને તે સુરત અને રાજકોટ શહેરની અંદર અને બહારના વિસ્તારોમાં વિનામૂલ્યે પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. નવી એમએમવીના લોંચ સાથે કોટક પ્રાઇમ અને વોખાર્ટ ફાઉન્ડેશન હવે ગુજરાત રાજ્યમાં કુલ 12 એમએમવી ધરાવે છે.

આ એમએમવી પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર્સ (પીએચસી) ઓન વ્હીલ્સ છે, જે વંચિત લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે તેમજ ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ/મટિરિયલ, ટેસ્ટિંગ કિટ્સ અને દવાઓથી સજ્જ છે. એમએમવી દર્દીઓને રોગનિવારક દવાઓની શ્રેણી તથા પોષક સપ્લીમેન્ટ્સ ઓફર કરે છે તેમજ જે દર્દીઓને વધુ સારવારની જરૂર હોય તેમને નજીકની સરકારી હેલ્થકેર સંસ્થાઓ જેમકે પીએચસી અથવા હોસ્પિટલ્સના ડોક્ટર પાસે મોકલવામાં આવે છે.

પ્રત્યેક એમએમવી પાસે ક્વોલિફાઇડ એમબીબીએસ ડોક્ટર, એક ફાર્માસિસ્ટ, લાભાર્થીઓની સુવિધા માટે એક પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર/સામાજિક કાર્યકર્તા અને ડ્રાઇવર છે. હવે એમએમવી ડિજિટલ ફોર્મેટમાં દર્દીઓની તબીબી માહિતી પ્રાપ્ત કરીને તેની જાળવણી પણ કરશે.

કોટક પ્રાઇમના મેનેજિંગ ડાયરેક્ટર વ્યોમેશ કપાસીએ જણાવ્યું હતું કે, હેલ્થકેર અંગે અમારા સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત અમે સમાજના ગરીબ અને વંચિત વર્ગોને ગુણવત્તાયુક્ત મેડિકલ સેવાઓ તથા શહેરમાં પ્રવર્તમાન હેલ્થકેર માળખાને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મને સુરત અને રાજકોટ્માં આ છ એમએમવી લોંચ કરવાની જાહેર કરતાં ખુશી થાય છે. આ વાન લોકોની પ્રાથમિક તબીબી જરૂરિયાતોની કાળજી લેશે અને ઘણાં લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

વોખાર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સીઇઓ ડો. હુઝ (ડો. હુઝિફા ખોરાકીવાલા)એ જણાવ્યું હતું કે, રાજકોટ અને સુરત શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પ્રાઇમરી હેલ્થકેરની જોગવાઇ ચિંતાનું મોટું કારણ અને સમયની જરૂર છે. અમારા સતત પ્રયાસો દ્વારા અમે આ શહેરોમાં હેલ્થકેર સંબંધિત ખાઇને પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. બિમારીઓના નિવારણ અને નિયંત્રણ માટે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે સંસ્થાકીય સ્રોતો, ટેક્નોલોજી અને કેન્દ્રિત પ્રયાસોની જરૂર છે. રોગનિવારક તબીબી સેવાઓનો ખર્ચ ઉંચો છે. આ મોબાઇલ 1000 વાનમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ, કો-ઓર્ડિનેટર અને ડ્રાઇવર રહેશે. કોટક પ્રાઇમની મોબાઇલ મેડિકલ વાન દ્વારા ડોક્ટરને વિનામૂલ્યે તબીબી સેવાઓ પ્રદાન કરી શકશે, બિમારીની દવા કરી શકશે તથા વંચિત લોકોમાં સારી ગુણવત્તાયુક્ત જીવન માટે આશા જન્માવી શકશે.

પ્રત્યે એમએમવીમાં જીપીએસ ટ્રેકર છે, જેનાથી વોખાર્ટ ફાઉન્ડેશનની સીએસઆર પ્રોગ્રામ ઓફિસર રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરી શકવા સક્ષમ બનશે.

વધુમાં વોખાર્ટ ફાઉન્ડેશન આ એમએમવીનો ઉપયોગ કોવિડ-19 અને બીજી બિમારીઓ વિશે જાગૃતિ પેદા કરવા અને વ્યક્તિના એકંદર આરોગ્યની જાળવણી અંગે માહિતીના પ્રસાર કરતાં કેમ્પનું આયોજન કરવા પણ કરશે.

કોટક કર્મા એ કોટક મહિન્દ્રા ગ્રૂપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ઓળખ છે. તેના હેલ્થકેર માટેના સીએસઆર પ્રોજેક્ટ્સ હેઠળ કોટક પ્રાઇમે વોખાર્ટ ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે અને અમદાવાદ અને જલંધર શહેરની અંદર અને આસપાસ પ્રાઇમરી હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા માટે 12 એમએમવી રજૂ કરી છે. આએમએમવીએ 4 લાખથી વધુ લોકોને સેવાઓ આપી છે. સુરત અને રાજકોટ્માં 6 નવી એમએમવીના ઉમેરાથી કોટક પ્રાઇમ અને વોખાર્ટ ફાઉન્ડેશન પાસે ગુજરાત અને પંજાબમાં કુલ 18 એમએમવી છે.