લેન્ક્સેસે નાણાંકીય વર્ષ 2021ના ગાઇડન્સમાં વધારો કર્યો

  • અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ હજુ પણ 950 મિલીયનથી 1 અબજ યૂરો રહેવાની સ્પેસિયાલિટી કંપનીને આશા
  • 1.693 અબજ યૂરોનું વેચાણ પાછલા વર્ષના સ્તર જેટલું જ સારુ
  • અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 242 મિલીયન યૂરોના પાછલા વર્ષના સ્તર જેટલી જ સારી
  • અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીટીડીએ માર્જિન 14.3 ટકાના સ્તરે સ્થિર
  • Q1 2021માં વ્યૂહાત્મક વૃદ્ધિ નોંધાઇ

સુરત: સારા પ્રથમ (ત્રિમાસિક ગાળા) ક્વાર્ટરને પગલે લેન્ક્સેસે પોતાના ગાઇડન્સમાં વધારો કરી રહી છે. અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ 950 મિલીયનથી 1 અબજ યૂરોની વચ્ચે રહેવાની સ્પેસિયાલિટી કંપનીને આશા છે. અગાઉ કંપનીએ 900 મિલીયનથી 1 અબજ યૂરોની વચ્ચે કમાણી રહેશે તેવો અંદાજ મુક્યો હતો.

પ્રથમ ક્વાર્ટરમાં અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ પાછલા વર્ષ જેટલી જ  (245 મિલીયન) સારા સ્તરે રહેવા પામી છે, જેને કોરોના વાયરસ રોગચાળાની માઠી અસર થઇ નથી. આખા જૂથમાં 2021ના પ્રથમ ક્વાર્ટરના વોલ્યુમો પાછલા વર્ષના સ્તરથી ઉપર હતા. ઓટોમોટીવ ક્ષેત્રની વધી રહેલી માગ ખાસ કરીને એન્જિનીયરીંગ મટીરિયલ્સ સેગમેન્ટમાં મુખ્ય ચાલકબળ રહી હતી. જે અમેરિકામાં એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ, સ્પેસિયાલિટી એડીટીવ્સ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટ્સમાં વાતાવરણ સંબધિત શટડાઉન રહેવાના કારણે સરભર થઇ ગયુ હતું. વધુમાં, ખાસ કરીને અમેરિકી ડોલરમાં નકારાત્મક વિનીમય દરની અસર અને ખાસ કરીને જર્મનીમાં નોંધપાત્ર રીતે ઊંચા રહેલા ઉર્જા ખર્ચની નકારાત્મક અસર પડી હતી.

પ્રથમ ક્વાર્ટરમાં જૂથનું વેચાણ 1.693 અબજ યૂરોનું પાછલા વર્ષના સ્તર (1.704 અબજ)ની આસપાસ રહ્યુ હતું. સતત કામગીરીને કારણે જૂથની આવક 63 મિલીયન યૂરોના સ્તરે સ્થિર રહી હતી.

“ચતુર્થ ક્વાર્ટરમાં પણ સકારાત્મક વેગ ચાલુ રહ્યો હતો અને નવા વર્ષ માટે અમે સારી શરૂઆત કરી છે. અમને ખાસ કરીને ઓટોમોટીવ ક્ષેત્રની વધી રહેલી માગથી લાભ થઇ રહ્યો છે. કામગીરીની દ્રષ્ટિએ અમે આમ કોરોનાને પાછળ મુકી દીધો છે અને વર્ષના બાકીના સમય માટે ભારે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ,” એમ લેન્ક્સેસ એજીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મેથીયાસ ઝેચર્ટે જણાવતા ઉમેર્યુ હતુ કે “હવે અમે અમારી વૃદ્ધિ ક્રમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ અને અમારો નવો કારોબાર તેની સંપૂર્ણ કક્ષાએ ઝડપથી વિકસે તેની ખાતરી કરવા માટે જે કંઇ કરી શકાય તે કરી રહ્યા છીએ.”

પ્રથમ ક્વાર્ટરમાં વ્યૂહાત્મક વૃદ્ધિ રહી

પ્રથમ ક્વાર્ટરમાં લેન્ક્સેસે વ્યૂહાત્મક વૃદ્ધિને અનુસરી હતી. કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગેમેન્ટમાં સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપનીએ બે હસ્તાંતરણો પૂર્ણ કર્યા છે. ફ્રેંચ બાયોસાઇડ સ્પેસિયાલિસ્ટ INTACE સાથે કંપનીએ પેપર અને પેકેજિંગ માટે ફંગીસાઇડ્ઝની પોતાની રેન્જમાં વધારો કર્યો છે. ડિસઇન્ફેક્શન અને હાઇજીન પ્રદાતા થેસિયો (Theseo)ના સફળ હસ્તાંતરણ દ્વારા લેન્ક્સેસે એનિમિલ હાઇજીનના વૃદ્ધિદાયક માર્કેટ માટે પોતાની ઓફરિંગ્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

ફેબ્રુઆરી 2021ની મધ્યમાં સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપનીએ પોતાના કોર્પોરેટ ઇતિહાસમાં બીજા ક્રમના સૌથી મોટા હસ્તાંતરણની જાહેરાત કરી હતી. અમેરિકા સ્થિત જૂથ એમેરલ્ડ કલામા કેમિકલનું હસ્તાંતર લેન્ક્સેસને એપ્લીકેશનના ઊંચા માર્જિનવાળા નવા ક્ષેત્રો જેમ કે ફૂડ ઇન્ડસ્ટ્રી અને એનિમલ હેલ્થ જેવા ક્ષેત્રોને ખોલવામાં મદદ કરશે. નિયમનકારી મંજૂરીઓને પગલે વર્ષના ઉત્તરાર્ધમાં આ વ્યવહાર પૂર્ણ થાય તેવી આશા જૂથ સેવી રહ્યુ છે.

સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપની ચાલુ વર્ષથી બેટરી કેમિસ્ટ્રીના ભવિષ્યના ક્ષેત્ર માટે સામેલ રહી છે, અને તિન્સી સાથે માર્ચના અંતમાં સહકાર કરકાર કર્યો છે, જે લિથીયમ આયોન બેટરી સામગ્રીની અગ્રણી વૈશ્વિક ઉત્પાદક છે. 2022થી લેન્ક્સેસ ચાઇનીઝ ઓથોરાઇઝેશન હેઠળ લિવરકુસેનમાં લિથીયમ-આયોદ માટે ઇલેક્ટ્રોલાઇટ ફોર્મ્યુલેશન્સનું ઉત્પાદન કરશે.

સેગમેન્ટ્સઃ મોટે ભાગે દરેક કન્ઝ્યુમર ઉદ્યોગમાં માગ વધી રહી છે

1 જાન્યુઆરી 2021, એન્ટીઓક્સીડન્ટસ અને રિયેક્શન એક્સીલરેટર્સ બિઝનેસને એડવાન્સ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરમીડિયેટ્સ બિઝનેસ યુનિટ (એડવાન્સ ઇન્ટરમીડિયેટ બિઝનેસ)માંથી હેઇન કેમિ (સ્પેસિયાલિટી એડીટીવ સેગમેન્ટ)માં સંસ્થાગત રીતે રિએસાઇન્ડ કર્યો હતો. પાછલા વર્ષના આંકડાઓને તે અનુસાર સમાયોજિત કરવામાં આવ્યા છે. વધુમાં કોલોરન્ટ અને કોલોરન્ટ એડીટીવ્સ બિઝનેસને સ્પેસિયાલિટી એડીટીવ્સ સેગમેન્ટમાં જ હેઇન કેમીમાંથી પોલીમર એડીટીવ્સ બિઝનેસ યુનિટમાં તબદિલ કરવામાં આવ્યો છે.

એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ સેગમેન્ટમાં વેચાણ 1.2 ટકા વધતા 483 મિલીયન યૂરોથી વધીને 489 મિલીયન યૂરો થયુ છે. સારી માગ ઊંચા વોલ્યુમોમાં પરિણમી છે, જે નીચી વેચાણ કિંમત અને વિપરીત વિનીમય દર અસરને સરભર કરે છે. આ સેગમેન્ટ માટે અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 77 મિલીયન યૂરોની નોંધાઇ છે, જે પાછલા વર્ષના આંક 82 મિલીયન યૂરો કરતા 6.1 ટકા નીચી છે. ઊંચા વોલ્યુમો નકારાત્મક કિંમત અસર, વિપરીત વિનીમય દરની અસર અને અમેરિકામાં વાતાવરણને સંબધિત ઉત્પાદન શટડાઉનની અસરને સરભર કરી શક્યા નથી. અપવાદરૂપચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પણ તે અનુસાર 17.0 ટકાથી ઘટીને 15.7 ટકા રહ્યો હતો.

સ્પેસિયાલિટી એડીટીવ્સ સેગમેન્ટમાં વેચાણ અને કમાણી પાછલા વર્ષ સામે સારા સ્તરે મળતા આવતા નથી. અમેરિકામાં વાતાવરણ સંબંધિત શટડાઉન અનેક સપ્તાહો સુધી ચાલ્યુ હતુ અને ઉડ્ડયન ઉદ્યોગની નબળી માગ નીચા વોલ્યુમોમાં પરિણમી હતી. વિપરીત વિનીમય દરની અસરની નકારાત્મક અસર પણ થઇ હતી. 517 મિલીયન યૂરોનુ વેચાણ પાછલા વર્ષના આંક 574 મિલીયન યૂરો સામે 9.9 ટકા ઓછુ છે. અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 18.7 ટકા ઘટતા 91 મિલીયન યૂરોથી ઘટીને 74 મિલીયન યૂરો થઇ હતી. જ્યારે અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષના 15.9 ટકા સામે 14.3 ટકા હતો.

કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટમાં બિઝનેસીસે 2021ના ક્વાર્ટરમાં સારી રીતે વિકાસ કરવાનું ચાલુ રાખ્યુ હતું. આ પ્રગતિ સાલ્ટીગો ખાતે મજબૂત એગ્રોકેમિકલ્સ બિઝનેસ ચાલુ હોવાને અને મટીરિયલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ ખાતે ડિસઇન્ફેક્ટન્ટની સારી માગને આભારી છે, જેને વિપરીત એક્સચેંજ દરની અસરો દ્વારા પહોંચી વળવામાં આવી હતી. નીચી વેચાણ કિંમત હોવા છતાં 290 મિલીયન યૂરોના વેચાણ પાછલા વર્ષના 279 મિલીયન યૂરોના આંક સામે 3.9 ટકા ઉપર રહ્યા હતા. અમેરિકામાં વાતાવરણ સંબંધિત શટડાઉન હોવા છતાં અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 3 ટકા વધતા 67 મિલીયન યૂરોથી વધીને 69 મિલીયન યૂરોની થઇ હતી. અપવાદરૂપ ચીજોનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષના 24.0 ટકા સામે 23.8 ટકાના સ્તરે સ્પર્શી ગયો હતો.

એન્જિનીયરીંગ મટીરિયલ્સ સેગમેન્ટને ઓટોમોબાઇલ ઉદ્યોગની વધી રહેલી મજબૂત માગથી લાભ થયો હતો. 2021ના પ્રથમ ક્વાર્ટરમાં વેચાણો ઊંચા વોલ્યુમોને કારણે 8.6 ટકા વધતા 347 મિલીયન યૂરોથી વધીને 377 મિલીયન થયા હતા. ઊંચા નૂર અને ઉર્જા ખર્ચ હોવા છતાં અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ પાછલા વર્ષના આંક 49 મિલીયન યૂરોથી 20.4 ટકા વધુ 59 મિલીયન યૂરોના સ્તરે હતા. ઇબીઆઇટીડીએ માર્જિન પણ 14.1 ટકાથી વધીને 15.6 ટકા થયો હતો.