વિસ્પી ખરાદી અને ઇન્ડિયા ના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન સાથે 4મી ઓક્ટોબરે સર્જેશે ત્રણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

એક મિનિટમાં હાથ વડે સૌથી વધુ ડ્રીંકસ કેન ( ટીન) ક્રશ કરવા સાથે જ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટ અને હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચ જેવી ખતરનાક કરતબો બતાવી એક વિશ્વ રેકોર્ડ ને બ્રેક તો બે નવા વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે વિસ્પી ખરાદી અને ઇન્ડિયા ના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન

નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ  સ્થાપિત કરનાર વીસ્પી ખરાદી ના નામે કુલ દસ વિશ્વ રેકોર્ડ થશે

એક મિનિટમાં હાથ વડે સૌથી વધુ ડ્રીંકસ કેન ( ટીન) ક્રશ કરવા સાથે જ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટ અને હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચ જેવી ખતરનાક કરતબો બતાવી એક વિશ્વ રેકોર્ડ ને બ્રેક તો બે નવા વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે વિસ્પી ખરાદી અને ઇન્ડિયા ના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન

નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ  સ્થાપિત કરનાર વીસ્પી ખરાદી ના નામે કુલ દસ વિશ્વ રેકોર્ડ થશે

સુરત: માર્શલ આર્ટ ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે નામના અપાવનાર વીસ્પી ખરાદી વધુ એક વખત એક બે નહીં પણ ત્રણ – ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છે. તેમની આ સિદ્ધિમાં ઇન્ડિયા ના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન સામેલ હશે. આગામી 4 ઓક્ટોમ્બરના રોજ સરસાણા ડોમ ખાતે તેઓ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાયેલા 11 વર્ષ જૂના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ને બ્રેક કરશે તો અત્યાર સુધી ક્યારેય નહીં બન્યા હોય એવા બે વિશ્વ રેકોર્ડ તેઓ સ્થાપિત કરશે.

આ અંગે વીસ્પી ખરાદી એ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ ખતરનાક કરતબો કરીને સાત વિશ્વ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જ્યારે હવે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યાં છે. જેમાં પહેલો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ  એ હશે કે એક મિનિટમાં સૌથી વધુ ડ્રીંક કેન (ટીન)હાથ થી તોડવામાં આવશે. આ ટીન માત્ર ત્રણ એમએમ જેટલા નીચે બચેલા હશે તો જ તેને ગણતરીમાં લેવામાં આવશે. આ પહેલા આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ  મુહમ્મદ કહરીમાનોવિક નામે છે, જેમને વર્ષ 2011 માં એક મિનિટમાં 74 કેન હાથ થી તોડ્યા હતા. બીજો રેકોર્ડ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટનો હશે. આ કરતબ માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલ ડેંસિટી અને સાઇઝ ના સિમેન્ટમાં બ્લોક્સ મુકવામાં આવશે અને એક સાથે ઓછામાં ઓછા 51 બ્લોક્સ કોણી થી તોડવાના રહશે. જ્યારે ત્રીજો રેકોર્ડ હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચ નો હશે. આ કરતબ માં મારી ઉપર અને નીચે ખીલાઓનું પ્લેટફોર્મ હશે જેમાં સેન્ડવિચ ની જેમ હું વચ્ચે સૂતેલો હોઈશ અને મારી છાતીની ઉપર 525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવશે. અને ખુદ સાહિલ ખાન આ બ્લોક હથોડા થી તોડતા તોડતા નીચે આવશે. આ કરતબમાં કોઈ ટાઈમ લિમિટ નથી. જોકે મહત્વની વાત એ છે કે ડ્રીંક કેન બ્રોકન સિવાયના જે બે કરતબ છે તે અત્યાર સુધી કોઈએ નથી કર્યા પરંતુ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશેષ રીતે મારી કાબેલિયત જોઈને આ કરતબ કરવા માટેની મંજૂરી આપી છે. વધુમાં વીસ્પી ખરાદી એ જણાવ્યું હતું કે આ સમગ્ર ઇવેન્ટ ને ડી વાઈન ન્યુટ્રેશનના ઓનર હિરેનભાઈ દેસાઈ, કેપી ગ્રુપના ઓનર ફારુક પટેલ અને ઇન્ડિયા ના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન દ્વારા સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને આ ત્રણેય મહાનુભાવો દ્વારા ઇવેન્ટના અંતે વીસ્પી ખરાડી ને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપીને સન્માનિત કરશે.

સાહિલ ખાન વિશે

સાહિલ ખાન એક એક્ટર હોવાની સાથે જ એક ફિટનેસ ટ્રેનર અને આંત્રપ્ર્યોનેર છે. ફિટનેસ ક્ષેત્રે અનેક એવોર્ડ પણ તેઓ મેળવી ચુક્યા છે. સાથે તેઓ એક યૂટ્યુબર પણ છે અને યૂટ્યુબ પર તેમના 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર છે.

વીસ્પી ખરાડી વિશે…

વીસ્પી ખરાડી માર્શલ આર્ટ અને કુડો એક્સપર્ટ છે. સાથે જ ઇઝરાયેલી આર્ટ ક્રવ મેગાa એક્સપર્ટ પણ છે. વિવિધ પ્રકારના માર્શલ આર્ટ માં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યા છે. તેઓ અર્મેડ અને અનઅર્મેડ કંબટ તથા ક્રાવ મેગા ટ્રેનર તરીકે બીએસએફ અને એનએસજી કમાન્ડો ને પણ ફિટનેસ અને સ્ટ્રેંથ ની ટ્રેનીંગ આપી ચૂક્યા છે અને આના તેઓ એક્સપર્ટ પણ છે. સાથે જ ન્યુટ્રેશનિસ્ટ પણ છે.