સુરત: કિશોરાવસ્થા માંથી યુવા અવસ્થા માં પ્રવેશ ના સમય માં (ખાસ કરીને એક કિશોરી ને) યુવા વર્ગને માં અનેક શારીરિક અને માનસિક ફેરફાર આવતા હોય છે અને તેના મન માં અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. ત્યારે આવા મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે અને સાચું માર્ગદર્શન આપવા માટે હવે સુરતમાં ટીન-એજ ક્લિનિક ખુલ્યું છે કે જ્યાં નિષ્ણાંત તબીબો અને મનોચિકિત્સક દ્વારા યોગ્ય સારવાર અને કાઉન્સિલિંગ થકી દરેક સમસ્યા નું નિરાકરણ થશે.
આ શ્રેય જાય છે 21 st સેંચ્યુરી હોસ્પિટલ અને નિમાયા ના ડાયરેક્ટર ડૉ. પૂજા નાડકર્ણી ને. તેમના દ્વારા મજુરા ગેટ સ્થિત નિમાયા હોસ્પિટલ ખાતે આજ રોજ ટીન-એજ ક્લિનિક ની શરૂઆત કરવામાં આવી છે.
ક્લિનિક ના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ફાઉન્ટન હેડ સ્કૂલના ડેપ્યુટી હેડ અંકિતા દિવેકર કાબરા અને ગેસ્ટ ઓફ હોનર તરીકે સર્કલ ઓફ સેફ્ટી (અમદાવાદ) ના અનુજા અમીન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અડાજણ પાલ સ્થિત પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબો સાથે અલગ અલગ વિષયના નિષ્ણાતો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ વિસ્તાર ના અને અલગ અલગ સ્કૂલો માં ભણતા 500 થી વધારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો.
ટીન એજ ક્લિનિક ના પ્રણેતા અને સંચાલક ડૉ. પૂજા નાડકર્ણી એ જણાવ્યું હતું કે કિશોર અવસ્થામાંથી યુવા અવસ્થા માં પ્રવેશતા સ્ત્રી અને પુરુષો માં અનેક પ્રકાર ની સમસ્યાઓ ઉદભવતી હોય છે ત્યારે તેઓને યોગ્ય માર્ગદર્શન કે જવાબ નહીં મળવાના કારણે તેઓ અવિશ્વાસુ માધ્યમો થકી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અને ભ્રમિત થતાં હોય છે. ત્યારે આવા કિશોર વયના સ્ત્રી અને પુરુષ ને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે અને તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી શકાય તે ઉદ્દેશ્ય સાથે 13થી 21 વર્ષની ઉંમરના કિશોર અને યુવાઓ માટે ટીન એજ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે જે ચોક્કસ જ તેમને લાભદાયી સાબિત થશે.