સીબીપી એથલેટિક્સ 2કે 2022નું મેગા ઇવેન્ટ સાથે સમાપન

સીબી પટેલ હેલ્થ ક્લબ દ્વારા 13 સપ્ટેમ્બરથી કરાયું હતું આયોજન

VNSGU ખાતે યોજાયેલ મુખ્ય ઇવેન્ટમાં લેફ્ટેનન્ટ કર્નલ સોહન રોય મુખ્ય અતિથિ તરીકે રહ્યા ઉપસ્થિત, 92 ફૂટનો તિરંગો પણ લહેરાવાયો

સુરત: સીબી પટેલ હેલ્થ ક્લબ દ્વારા પોતાના સભ્યો સહિત સુરતના તમામ રમત અને ફિટનેસ પ્રેમીઓ માટે સીબીપી એથલેટિક્સ 2કે 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલેલા આ મેરેથોન ખેલ આયોજનનું આજરોજ vnsgu ખાતે આવેલા સી.બી. પટેલ ગ્રાઉન્ડ પર મુખ્ય ઇવેન્ટ ના આયોજન સાથે સમાપન થયું હતું. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે બાઇક રાઇડર તરીકે જાણીતા લેફ્ટેન્ટ કર્નલ સોહન રોય હજાર રહ્યા હતા. જેઓ પુણેથી બાઇક રાઇડ કરીને કાર્યકમ સ્થળે પહોંચ્યા હતા. સાથે જ 92 ફૂટનો તિરંગો પણ લહેરવાયો હતો.

આ અંગે માહિતી આપતા અનિતા સિંઘ ફિટનેશ ડાઈરેકટર & જનરલ મેનેજર (ક્લબ સીબી પટેલ હેલ્થ ક્લબ) જણાવ્યું હતું કે સી. બી. પટેલ હેલ્થ ક્લબ દ્વારા 13 ઓક્ટોબર થી પોતાના સભ્યો સહિત સુરતના તમામ રમત અને ફિટનેસ પ્રેમીઓ માટે સીબીપી એથલેટિક્સ 2કે 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં તમામ પ્રકારની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક મહિના સુધી ચાલેલા આ આયોજનની મુખ્ય ઇવેન્ટ આજરોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાઇ હતી. જેમાં 175થી વધુ સભ્યો એ ભાગ લીધો હતો. યુનિવર્સિટી ખાતે આવેલા સી.બી.પટેલ ગ્રાઉન્ડ પર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત લેફ્ટેન્ટ કર્નલ સોહન રોય એ ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે 92 ફૂટનો તિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગાન સાથે રમતોની શરૂઆત થઈ હતી. રમતો માં 100 મીટર, 200 મીટર, 400 મીટરની દોડ, રિલે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ જેવી એથલેટિક્સ રમતો રમાઈ હતી. આ પ્રસંગે લેફ્ટેનન્ટ કર્નલ સોહન રોયે પ્રાસંગિક સંબોધન કરી તમામનો ઉત્સાહ વધાર્યો હતો. એટલું જ નહીં પણ ગુજરાત પહેલી વખત નેશનલ ગેમ્સ ની યજમની કરી રહ્યું છે ત્યારે નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે જ સ્પોર્ટ્સ પ્રત્યે યુવાનોનું આકર્ષણ વધે તે એક ઉદ્દેશ્ય પણ આ ઇવેન્ટ ના આયોજન પાછળ હતો.