નારાયણા સુરતના વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનના પ્રથમ તબક્કામાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું

જેઇઇ મેઇન્સ 2023 જાન્યુઆરી સેશન 1ના પરિણામે ગઇકાલે રાત્રે 11.30 કલાકે એનટીએ જાહેર કરાયા હતાં. સુરતની નારાયણા આઇઆઇટી/જેઇઇ નીટ એન્ડ ફાઉન્ડેશને જેઇઇ મેઇનના પ્રથમ તબક્કામાં જબરદસ્ત પરિણામો હાંસલ કર્યાં છે.
ત્રણ વિદ્યાર્થીઓ મેઘ ભાવેશ શાહ, આર્ષ અંકિત જૈન અને દેવમ એસ જસાનીએ 99.9% પર્સન્ટાઇલ થી વધુ સ્કોર હાંસલ કર્યો છે. સુરત નારાયણાના 27 વિદ્યાર્થીઓએ 99.0 પર્સન્ટાઇલ કે તેનાથી વધુ સ્કોર પ્રાપ્ત કર્યો છે. સુરત બ્રાન્ચના ત્રણ વિદ્યાર્થીઓએ ફિઝિક્સમાં 100 પર્સન્ટાઇલ હાંસલ કર્યાં છે. આ પ્રસંગે નારાયણા ના ઝોનલ હેડ મનોજ ભારદ્વાજ, ઝોનલ એકેડેમિક હેડ નીતીશ શર્મા અને પી રામાક્રિષ્નાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી પાઠવી હતી.