સુરત: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સુરત બ્રાન્ચ દ્વારા સુરત ખાતે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સન્માન સમારોહ થી માંડીને નવોદિત સીએ સાથેની મુલાકાત અને વિભિન્ન ઔધોગિક સંગઠનો સાથે બેઠક વગેરે સામેલ છે.
આ અંગે ICAI સુરત બ્રાન્ચના ચેરમેન CA દુષ્યંત કે. વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે ICAI સુરત બ્રાન્ચ દ્વારા વિભિન્ન કાર્યક્રમોનું આયોજન સુરત શાખા ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ કમિટી ના પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ WIRC ના પ્રતિનિધિઓ સાથે ICAI સુરત બ્રાન્ચના સદસ્યો સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ નવોદિત સીએ સાથે મુલાકાત, WICASA સુરત અને સુરત બ્રાન્ચના મહિલા સભ્યો વચ્ચે બેઠક યોજાશે. ત્યારબાદ ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન ( ફોસ્ટા) સાથે બેઠક અને સુરત ડાયમંડ બુર્સની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ચેરમેન અને સિનિયર મેમ્બર્સ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે