ગાંધીધામ: કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી વિસ્તારમાં દેશી દારૂ અને બિયરના વેંચાણની પ્રવૃતિ પર છેક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા સ્થાનિક પોલીસનું નાક કપાયું હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે પોલીસે સામખિયાળી મોરબી હાઈવે પર કૃષ્ણનગર મોરીવાસમાં આરોપી પ્રભુ જીવાભાઈ બાળા (આહિર)ના ઘરે દરોડો પાડયો હતો. જયાં શરાબનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસી દ્વારા અપાયેલી વિગત મુજબ આરોપી રોહિત કાનાભાઈ સુરાણી અને સોહિલ હાજીભાઈ થેબાના કબજામાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ, બીયરના ૪૭ ટીન, તેમજ ૧૬. ૮૦૦ લીટર દેશી દારૂ મળી કુલ્લ ૩૨૮૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રેડ દરમ્યાન દેશી દારૂ આપનાર લાકડીયાનો અજરૂદીન ઉર્ફે અજુડો અને ઈંગ્લિશ દારૂ બીયર આપનાર અને દારૂનો ધંધો ચલાવનાર પ્રભુ જીવા બાળા મળી આવ્યો ન હતો. જેથી ચારેય સામે સામખિયાળી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.