ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર!!!

ગાંધીધામ માં દાદી સાથે ઘરકામ કરવા જતી ૧૩ વર્ષની આ દિકરી સાથે ની ઘટના સરકાર માટે પણ એક ચેલેન્જ

“મહિલા બાળ કલ્યાણ ની વાતો કરનાર નેતાઓ અને સંસ્થાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી”

શહેરમાં ૧૩ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની ૧૦૦ મીટર અંતરે ફેંકી દેવાઈ

એક તરફ પોલીસ પ્રજાના રક્ષક તરીકે જાણીતી છે તો બીજી તરફ કચ્છ ના ગાધીધામ એ.ડિવિઝન પોલીસે નિષ્ક્રિયતા ની નિશાની આપી હોય તેમ લાંબો સમય વિત્યો છતાં તપાસનો સિલસિલો ચાલુ હોય તેમ આજની તારીખે આરોપી ૧ પકડાયો છે અને ૩ ઝડપાયા નથી ઘટના ગત તારીખ ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ ભોગ બનનારે જણાવી છે શહેરમાં આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી ૧૩ વર્ષની બાળકી પર બળાત્કારની બહાર આવેલી ઘટનાએ ચકચાર જગાવી છે. તારીખ – ૨૦/૦૯/૨૦૨૩ ના રોજ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં ઘર કામ કરવા જતા દાદી સાથે ગયેલી બાળકી ગુમ થઇ જતા પરીવારમાં ચીતા વ્યાપી હતી.બાળકીની શોધખોળ માટે પરિવારે સગા-સબંધીઓમાં પણ તપાસ કરતા કોઈ માહિતી ના મળતા પરિવારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે ગુમ નોંધ નોંધાવી હતી.

બીજા દિવસે પરિવારના સભ્યો ગુરુકુળ વિસ્તારમાં બાળકીને શોધવા જતા એ- ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ આવેલા શંકરજીના મંદિર પાછળ બાળકી બેભાન હાલતમાં મળી આવેલ હતી આ જોતા સારવાર માટે ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરી ને પ્રથમ સારવાર કરી જ્યાં તેની વધુ તબિયત બગડતા ભુજની જી. કે. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

સમગ્ર બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ દ્રારા મળતી માહિતી અનુસાર એફ એસ એલમાં ભોગ બનનાર અને આરોપીના રિપોર્ટ તપાસ માટે એફ.એસ.એલ મોકલવામાં આવ્યા છે.

ફરિયાદ પોલીસ સ્વીકારે છે? તો ન્યાય ભોગ બનનાર મહિલાને ક્યારે ?મળશે!!!? એ એક વિકાસ લક્ષી સરકારના નેતાઓ માટે ખાસ કરી મહિલા ચિંતક મહિલા સુરક્ષા ની વાતો કરનાર મહિલા સંગઠન મહિલા અને બાળકલ્યાણ અંતર્ગત સસ્તી પ્રસિદ્ધિ મેળવતા નેતા નેતી ઓ અને મહિલા સંગઠનો એનજીઓ માટે લાલબત્તી સમાન કચ્છના ગાધીધામ પોલીસની હદમાં દુષ્કર્મ ની ઘટના નો ભોગ બનનાર મહિલા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા છતાં પોલીસ તંત્ર રિપોર્ટ તેમજ પ્રાથમિક કાગળો કરી રહી છે આરોપીઓ ને જમીન ખાઈ ગઈ કે આસમાન ગળચી ગયો!!! તે ખબર પડતી નથી જ્યારે બુદ્ધિજીવી અને પોલીસ તંત્રના ઘણા બધા ફિલ્મી ડાયલોગ એવા પણ છે જે પોલીસ ધારે તો ચંપલ ચોરીની ઘટના પણ તત્કાલ ઉકેલી શકે છે તો કચ્છ ગાધીધામ પોલીસ કેમ? નહીં!!! – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ