રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે.
સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.
દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે "ફિલ્મ શો" માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.
રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી. દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા,વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. તેઓને તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તેની પ્રતિષ્ઠિત ડિરેક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે પાન નલિન અને ધીર મોમાયા સાથે આ આકર્ષક જોડાણ શરૂ કરવા માટે અતિ ઉત્સાહિત છીએ, ભારતીય પ્રેક્ષકોને એક અદ્દભુત ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) પ્રસ્તુત કરતા અમને આનંદ થાય છે આ ફિલ્મ ચોક્કસથી સિનેમાના જાદુ અને અજાયબીને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં જ્યારે વિશ્વભરમાં સિનેમા-જગત મહામારીના કારણે વિક્ષેપિત થઈ ગયું છે અને પ્રેક્ષકોને એ યાદ અપાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે અંધકારમય સિનેમા હોલમાં પ્રથમ વખત એક ફિલ્મ જોવાના અનુભવના પ્રેમમાં પડ્યા હતા. આ ગર્વની વાત છે કે કલાનું આટલું શક્તિશાળી કાર્ય ભારતમાંથી બહાર આવ્યું છે અને અમને ખાતરી છે કે સમગ્ર વિશ્વની જેમ ભારતના પ્રેક્ષકો પણ આ ફિલ્મના પ્રેમમાં પડશે.”
દિગ્દર્શક પાન નલિને વધુમાં જણાવ્યું, “અમે આ ફિલ્મમાં એવા નિર્માતા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ કે જેની હું ખરેખર પ્રશંસા કરું છું, સિદ્ધાર્થ રોય કપૂર. તેઓએ મનોરંજક સિનેમા બનાવવા માટે તેમનો જુસ્સો અને ઝંખના સાબિત કરી છે, અને તેમની સહાયથી, અમે ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) દ્વારા ભારતીય દર્શકોનું મનોરંજન કરવા આતુર છીએ. અમારી ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને રોય કપૂર ફિલ્મ્સના સમર્થન સાથે, અમે તેને મારા હોમ સ્ટેટ ગુજરાત અને બાકીના ભારતમાં સારી રીતે રિલીઝ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું એ વાતથી પણ ઉત્સાહિત છું કે ભારતની રિલીઝ યુએસએ, ઇટલી અને જાપાનમાં તેની થિયેટર રિલીઝ સાથે એકરુપ થશે.”
જુગાડ મોશન પિક્ચર્સના નિર્માતા ધીર મોમાયા કહે છે, “છેલ્લા કેટલાક મહિનાઓમાં, મને ફિલ્મ જોતી વખતે સિનેમા હોલમાં હસતા, રડતા, સીટી વગાડતા અને તાળી પાડતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને જોવાનો લહાવો મળ્યો છે. જબરજસ્ત પ્રતિસાદથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે અમારી સ્થાનિક ફિલ્મ સંસ્કૃતિઓ, ભાષાઓ અને આઠથી એંસી સુધીના વય જૂથોને આવરી લે છે. સ્ક્રિનિંગ્સ પછી કાઠિયાવાડી મોંમાં પાણી આવી જાય તેવી વાનગીઓની સર્વસંમત માંગ હંમેશા રમુજી રહી છે, એટલા સુધી કે અમારા ઇટાલિયન અને જાપાનીઝ વિતરકોએ રેસીપી બુકની વિનંતી કરી છે જેથી તેઓ તેમના પ્રેક્ષકો માટે એ વાનગીઓ ઉપલબ્ધ કરાવી શકે.”
સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયો અનુક્રમે યુ.એસ. અને યુરોપિયન બજારો માટે આંતરરાષ્ટ્રીય વિતરકો તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, સુપ્રસિદ્ધ શોચીકુ સ્ટુડિયો જાપાની વિતરક તરીકે સેવા આપે છે, જ્યારે પ્રતિષ્ઠિત મેડુસા ઇટાલિયન સિનેમાઘરોમાં ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) લાવશે.
યુ.એસ.-સ્થિત સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સે અગાઉ ડેનિશ કોમેડી-ડ્રામા અધર રાઉન્ડનું વિતરણ કર્યું હતું, જેણે 2021માં 93મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટેનો ઓસ્કાર જીત્યો હતો. તેમના ભૂટાનીઝ નાટક લુનાના: અ યાક ઇન ધ ક્લાસરૂમ માટે ગયા વર્ષે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર એવોર્ડનું ઓસ્કાર નોમિનેશન પણ મેળવ્યું હતું. ફ્રાન્સમાં મુખ્ય મથક ધરાવતા ઓરેન્જ સ્ટુડિયોએ ધ આર્ટિસ્ટનું નિર્માણ કર્યું હતું, જેણે 2012માં 84મા એકેડેમી એવોર્ડ્સમાં પાંચ ઓસ્કાર જીત્યા હતા. 2020માં, તેણે એન્થોની હોપકિન્સ-સ્ટારર ધ ફાધર માટે પણ બે ઓસ્કાર જીત્યા હતા.
રોય કપૂર ફિલ્મ્સ વિશે:
રોય કપૂર ફિલ્મ્સ એ સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા સ્થાપિત પ્રોડક્શન હાઉસ છે, જેની ફિલ્મોગ્રાફીમાં ભારતની કેટલીક સૌથી વ્યાવસાયિક રીતે સફળ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની શરૂઆતથી, આરકેએફએ વિવિધ પ્રકારની ફિલ્મો અને શ્રેણીઓનું નિર્માણ કર્યું છે, જેમાં ધ સ્કાય ઇઝ પિંક, યે બેલેટ, પીહુ, અરણ્યક અને રોકેટ બોય્સનો સમાવેશ થાય છે. તેણે તાજેતરમાં આઠ પાવરહાઉસ નિર્માતાઓ સાથે વિવિધ શ્રેણીઓના નિર્માણ તેમજ વિલિયમ ડેલરીમ્પલની આંતરરાષ્ટ્રીય શ્રેણીમેગ્નમ ઓપસ ધ અનાર્કી ના એડપ્શનની જાહેરાત કરી છે. આરકેએફની આગામી ફીચર ફિલ્મોમાં એપિક 1971ની વોર ફિલ્મ પિપ્પા, કોમિક ડ્રામા વો લડકી હૈ કહાં અને બસ કરો આંટી! નો સમાવેશ થાય છે આ ઉપરાંત બીજી ઘણી ફિલ્મો ડેવલપમેન્ટમાં છે.
મોનસૂન ફિલ્મ્સ વિશે:
મોનસૂન ફિલ્મ્સની સ્થાપના પાન નલિન દ્વારા ઉત્કૃષ્ટ મનોરંજનના નિર્માણ માટે કરવામાં આવી હતી. આ કંપનીએ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ. સાથે મળીને ટોચના ફિક્શન અને નોન-ફિક્શન કન્ટેન્ટનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં પહેલ કરી છે. હાલમાં ફિલ્મો અને શોની યાદીમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ બજારોને ધ્યાનમાં રાખીને ઘણા પ્રોજેક્ટસ ડેવલપમેન્ટમાં છે.
જુગાડ મોશન પિક્ચર્સ વિશે:
જુગાડ મોશન પિક્ચર્સની એવોર્ડ-વિજેતા ફિલ્મો ટ્રિબેકા, બુસાન, BFI અને પામ સ્પ્રિંગ્સમાં પ્રદર્શિત કરવામાં આવી છે અને 25 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદેશોમાં થીએટ્રિક્લી વિતરિત કરવામાં આવી છે. 300 મિલિયનથી વધુ વ્યૂઝ ધરાવતા તેમના ક્લટર- બ્રેકિંગ મ્યુઝિક વીડિયો માટે જાણીતા, જુગાડે નેટફ્લિક્સ ઇન્ડિયા માટે બે મલ્ટિ-સિઝન ડ્રામા સિરીઝ અને હાઇ-એન્ડ સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટ-સિરીઝ સાથે લાંબા-ફોર્મેટના નિર્માણ કાર્ય ચાલુ કર્યા છે.