વિધાર્થીઓએ નાટક દ્વારા યાત્રીઓને ડ્રગ્સ ના દૂષણ અંગે જાગૃત કર્યા

સુરત: ભગવાન મહાવીર અને ડ્રગ્સ ના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ સંસ્થા યુથ નેશન દ્વારા આજરોજ નાટક દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતે હજારો યાત્રીઓને ડ્રગ્સ ના દૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

યુથ નેશન ના સંસ્થાપક વિકાસ દોશીએ જવાવ્યું હતું કે ભગવાન મહાવીર ખાતે દર વર્ષે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આજ રોજ યુથ નેશન ના સહયોગ થી સ્કૂલના બાળકોએ સુરત રેલ્વે સ્ટેશન પરિસરમાં ટિકિટ બારી અને પ્લેટફોર્મ મળી કુલ ત્રણ જગ્યાએ છ – છ મિનિટનું નાટક ભજવવામાં આવ્યું હતું અને હજારો યાત્રીઓને ડ્રગ્સ ના વ્યસનથી કેવી રીતે વ્યક્તિનું જીવન બરબાદ થાય છે અને તેના દુષ્પરિણામ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેર ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ, તેમજ કૈલાશ જી હકીમ અને સુરત રેલ્વે સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ દોશી એ જણાવ્યું હતું કે સુરત રેલ્વે સ્ટેશન ખાતે કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકોને ખ્યાલ આવે કે તેઓ જ્યાં પણ જશે તેમની સાથે જાગૃતિ પણ સાથે રહેશે.