વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન

અમદાવાદઃ લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તારીખ ૧૬ સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ સ્વૈચ્છિક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સ્વૈચ્છિક મહારક્તદાન શિબિરમાં વસાહતના ઉદ્યોગકારો તથા કામદારો અને કર્મચારીઓ દ્વારા લગભગ ૧૫૦૦ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતુ. ૧૫૦૦ બોટલ જેટલું બ્લડ કલેક્શન ગુજરાતનાં ઈતિહાસમાં કોઈપણ ઔદ્યોગિક વસાહત દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રક્તદાન છે. વટવા એસોસિએશન દ્વારા વર્ષ ૨૦૨૨માં પણ ૧૩૨૦ બોટલ બ્લડ કલેકશન કરવામાં આવેલ હતું અને આ વર્ષે એનાથી વધુ કરવાની નીમ આયોજકો દ્વારા રાખવામાં આવી હતી.

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મહારક્તદાન ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશશ્વી પ્રધાનમંત્રી માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના 73માં જન્મદિવસ પર સમર્પિત કરવામાં આવ્યું હતુ.