નવરાત્રી પર સુરતના આંગણે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન

સુરત: નવરાત્રિના પવન અવસર પર સુરતના આંગણે માં આદ્યશક્તિની આરાધના સાથે જ પર્યાવરણની શુદ્ધિ માટે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યૂ સિટીલાઈટ રોડ ખાતેના આશીર્વાદ એસ્ટેટ ખાતે હવનાત્મક મહાયજ્ઞ ની શરૂઆત 26 સપ્ટેમ્બરે થશે અને પૂર્ણાહુતિ 4 ઓક્ટોમ્બર ના રોજ થશે.

આ અંગે માહિતી આપતાં મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત પરમ પૂજ્ય અવધૂત બાબા અરુણગિરિજી મહારાજ એ જણાવ્યું હતું કે નવરાત્રી માં આદ્યશકિત ના આરાધનાનું પર્વ છે ત્યારે જગત જનની માં અંબે ની આરાધના સાથે જ પર્યાવરણની શુદ્ધિ માટે મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ 108 કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવાનાત્મક મહાયજ્ઞ એનવાયરમેન્ટ બાબા તરીકે વિખ્યાત અને પર્યાવરણ શુદ્ધિ માટેના અભિયાનના પ્રણેતા મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 અનંત વિભૂષિત પરમ પૂજ્ય અવધૂત બાબા અરુણગિરિ મહારાજના સાનિધ્યમાં યોજાશે. મહાયજ્ઞ ની શરૂઆત 26 સપ્ટેમ્બરના રોજ કળશ યાત્રા સાથે સાથે થશે અને 4 ઓક્ટોમ્બર ના રોજ મહાપ્રસાદી અને ભંડારાના આયોજન સાથે પૂર્ણાહુતિ થશે. નવરાત્રિના નવ દિવસ મહાયજ્ઞની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.