સુરત: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દસ લાખ યુવાઓને રોજગાર આપવાની ગેરંટી પર ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા એ જબરદસ્ત પ્રહાર કર્યા હતા. કેજરીવાલની આ ગેરંટી ને ગુજરાતના યુવાનો સાથે બોલાઈ રહેલી સફેદ ઝૂઠ ગણાવ્યું હતું.
હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે રાજનીતિ મે રાષ્ટ્રનીતિ વિષય પર કપિલ મિશ્રાના વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા કપિલ મિશ્રાએ એક પછી એક દિલ્લી ની કેજરીવાલ સરકારના દાવા ઓ અંગે તથ્ય અને આંકડાઓ સાથે રજૂ કરી કેજરીવાલના દાવા ઓની પોલ ખોલી હતી. તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલ ગુજરાતમાં આવી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના વાયદાઓ કરી રહ્યા છે પણ દિલ્લીની હકીકત એ છે કે ખુદ મુખ્યમંત્રીની ઓફિસમાં 17 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે પહેલા તેમને તો કાયમી કરે. સાથે જ કેજરીવાલે દિલ્લીમાં 12 લાખ ને રોજગારીનો દાવો કર્યો હતો પણ ખુદ દિલ્લી સરકારની આરટીઆઇ કહે છે કે આઠ વર્ષમાં 3246 લોકોને જ નોકરી મળી છે. આ ઉપરાંત આઠ વર્ષમાં દિલ્લીમાં એક પણ નવી સ્કૂલ કે કોલેજ બનાવી નથી અને ગુજરાતમાં દિલ્લીના શિક્ષા મોડેલની વાત કરી રહ્યા છે. દિલ્લી અને ગુજરાત મોડેલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ગુજરાત નું અમદાવાદ રીવરફ્રન્ટ મોડેલ છે અને એક દિલ્લીનું યમુના નદીના કિનારે રોહિંગ્યા ફ્રન્ટ છે.