ટેબલ ટેનિસ, ચેસ અને સ્વિમિંગ સ્પર્ધાઓ યોજાઈ
સુરત: સુરત અનએડેડ સ્કૂલ એસોસિયેશન (સુસા) દ્વારા આજ રોજ તાપ્તી વેલી સ્કૂલ ખાતે સુસા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુસા ની સભ્ય એવી 18 સ્કૂલોના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સુસાના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે સુસાની સભ્ય સ્કૂલોના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવી શકે તે માટે સુસા દ્વારા આ પ્રકારના આયોજન કરવામાં આવે છે. રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધી શકે અને તેમને પોતાની પ્રતિભાઓ બહાર લાવવા માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર 14 અને અંડર 19 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ટેબલ ટેનિસ, ચેસ અને સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.