ગુરુ પૂર્ણિમા પર આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ સાધના, સેવા અને સત્સંગનું આયોજન કરાયું હતું.
સવારે એક હજાર લોકો એક સાથે યોગ સાધના કરી અને દિવસ દરમિયાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન યોજાયુ
સાંજે સાત વાગ્યાથી સમેરું ભક્તિ સંધ્યામાં ભક્તો ગુરુભક્તિમાં થશે તરબોળ
સુરત: ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શ્રી શ્રી રવિશંકરજી ના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે ત્રિવિધ કાર્યક્રમ સાધના, સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સિટીલાઈટ સ્થિતિ મહારાજા અગ્રસેન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી સત્સંગ થયો હતો.
આ અંગે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી અને હરિ અરોરા એ જણાવ્યું હતું કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે સાત વાગ્યાથી 9 વાગ્યા સુધી એક સાથે એક હજાર ભક્તો યોગ, ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી ત્યારબાદ 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં એક હજાર લોકો રક્તદાન કરીને સેવાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે 7 વાગ્યાથી રાત્રે દસ વાગ્યાથી સુધી યોજાયો હતો. જેમાં આર્ટ ઓફ લિવિંગ નો વિખ્યાત બેન્ડ જગથી ધાનક સુગમ સંગીત રેલાવ્યો હતો અને ભક્તોને ભક્તિમાં લીન કર્યાં હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.