નેશનલ મેડીકલ કમીશન દ્વારા (NMC) કિરણ મેડીકલ કોલેજ ને 150 MBBS સીટ માટે ની મંજુરી આપવામાં આવેલ છે.

આપને જણાવતા આનંદ થાય છે કે આજ થી એક વર્ષ પહેલા અમારી કિરણ હોસ્પીટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ મેડીકલ કોલેજના નિર્માણ કાર્ય માટે સંકલ્પ લીધો હતો, અને તેમના આ દ્રઢ સંકલ્પ થી આજે એક વર્ષમાં મેડીકલ કોલેજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, અને ભારત સરકારના નેશનલ મેડીકલ કમીશન (NMC) દ્વારા 150 MBBS સીટ માટે ની મંજુરી આપવામાં આવેલ છે. જેથી દક્ષિણ ગુજરાતના લોકો માં ખુશી ની લાગણી છવાયેલ છે. કિરણ મેડીકલ કોલેજના નિર્માણથી સુરતઅને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને MBBS ના અભ્યાસ અર્થે દુરના પ્રદેશોમાં જવાની જરૂર નહિ પડે અને ઘર આંગણે જ અભ્યાસ કરી શકશે.

મેડીકલ કોલેજ નું એક વર્ષમાં નિર્માણ કરવું ઘણું કઠીન હોય છે, પરંતુ અમારી સંસ્થાના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી રવજીભાઈ મોણપરા, મંત્રી શ્રી મનજીભાઈ લખાણી અને સમગ્ર ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા અને એક જ વર્ષમાં વિશાળ કેમ્પસ સાથે કિરણ મેડીકલ કોલેજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

કિરણ મેડીકલ કોલેજ દ્વારા તબીબી વ્યવસાયને સમર્પિત એવા 200 તબીબોની સેવાઓ દેશ માટે દર વર્ષે ઉપલબ્ધ થશે. MBBS ઉપરાંત MD અને MS ના અભ્યાસક્રમો શરુ કરવાની પ્રક્રિયા નિયમનુસાર ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવશે.

લી.
ડો. આર. ડી. પટેલ
ડીન, કિરણ મેડીકલ  કોલેજ, સુરત