જી. ડી. ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની યતિ અગ્રવાલે આસામ ચેસ ફાઉન્ડેશનનો ખિતાબ જીત્યો

સુરત: જી. ડી. ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતની ધોરણ 5 ની વિદ્યાર્થીની યતિ અગ્રવાલે આસામ ચેસ ફાઉન્ડેશન ક્લબ દ્વારા આયોજિત આસામ ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીત્યું હતું. યતિએ 15 વર્ષથી ઓછી વયના જૂથમાં આ ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત તિરુપુરા ખાતે 9મી એપ્રિલથી 13મી એપ્રિલ દરમિયાન યોજાયેલી AIC’F ચેસ ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ટ્રોફી જીતી હતી. આ માટે યતિને મેરિટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. યતિની આ સિદ્ધિ બદલ શાળા સંચાલક અને સ્ટાફ સ્ટાફ દ્વારા તેને અભિનંદન પાઠવ્યા હતા.