મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે ક્ષત્રિય એકતા મહાસંમેલનના કાર્યક્રમ માં સમગ્ર ભારતમાંથી દક્ષિણ ગુજરાત/સુરતમાં સ્થાયી થયેલા ક્ષત્રિયો મેરા માન ક્ષત્રિય સ્વાભિમાન ના નારા સાથે સહપરીવાર ભેગા થશે.

પરાક્રમ સેવા સંસ્થાન દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સમાજ રાજ્ય વ રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

સૂરત: આવતી 29મી મે ના રોજ હજારો ક્ષત્રિય પરિવારો સુરતમાં એક જગ્યાએ એકઠા થશે. પરાક્રમ સેવા સંસ્થાન વતી મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ ક્ષત્રિય સમાજને સંગઠિત કરી સમાજમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાના હેતુથી મેરા માન ક્ષત્રિય સ્વાભિમાન ના જયઘોષ સાથે ક્ષત્રિય એકતા મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ વિશે માહિતી આપતા વિક્રમ સિંહ શેખાવતે જણાવ્યું કે, ઉધના દક્ષેશ્વર મંદિરની સામે મહારાણા પ્રતાપ મેદાનમાં 29 મેના રોજ સાંજે 6.15 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલા સમસ્ત ક્ષત્રિય સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી ક્ષત્રિય સમાજ શિક્ષણ, સામાજિક ઉત્થાન અને દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે સમાજને માર્ગદર્શન આપશે. કાર્યક્રમ મા મહારાણા પ્રતાપ જયંતિ સાથે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ની જયંતિ ઉજવવામા આવશે. કાર્યક્રમ બાદ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા એક મહાઅભિયાન શરૂ કરવામાં આવશે જેમાં મહારાણા પ્રતાપ જયંતિને રાષ્ટ્રીય શૌર્ય સ્વાભિમાન દિવસ તરીકે જાહેર કરવામાં આવે અને અખંડ ભારતના નિર્માણમાં પ્રથમ યોગદાન આપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ગોહિલને ભારત રત્ન એનાયત કરવામાં આવે. આ પ્રસંગે અમિત સિંહ રાજપૂત, રવિ રાજપૂત, શૈલેન્દ્ર રાજપૂત, ગાયડ સિંહ ચુંડાવત, ડૉ સુન્દર સિંહ ચૌહાન, વિજય તોમર, લોકેન્દ્ર સિંહ, અજિત સિંહ, પ્રદીપ સિંહ રાજપૂત, અખંડ ભારત સિંહ, દિલીપ સિંહ રાજપૂત, ગુલાબ સિંહ, મુકેશ સિંહ જેવા મોટી સંખ્યા માં સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.