કલર્સ તેના બે બહેનોની હૃદયસ્પર્શી વાર્તા..?

ડિસેમ્બર, 2022: ટેલિવિઝન પર સૌથી વહાલા શોમાંથી એક બેરિસ્ટર બાબુની સ્વ. બોંદિતા અને અનિરુદ્ધ રોય ચૌધરીનો વારસો કલર્સ પર દુર્ગા ઔર ચારૂમાં તેમની પુત્રીઓ થકી જીવે છે. ચારૂ તેની માતાનો આત્મા છે, જ્યારે દુર્ગા તેનો પડછાયો છે. આ શોમાં બે બહેનો લોહીથી બંધાયેલી છે, પરંતુ નાનપણમાં જ અલગ થવા પછી સાવ અલગ અલગ રીતે ઉછેરને કારણે એકદમ જુદી છે. શશી સુમીત પ્રોડકશન્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલો આ શો 12મી ડિસેમ્બરથી પ્રસારિત થશે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી પ્રસારિત થશે. ચેનલે લોકપ્રિય કલાકારો ઓરા ભટનાગર અને વૈષ્ણવી પ્રજાપતિને બે બહેન અનુક્રમે દુર્ગા અને ચારૂની મુખ્ય ભૂમિકા ભજવવા માટે તક આપી છે. બોંદિતા અને અનિરુદ્ધની આ પુત્રીઓના નસીબમાં શું છે? શું તેઓ ફરીથી ભેગી થશે?

વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્મા કહે છે, “અમારા દર્શકો સાથે સુમેળ સાથે તેવી વાર્તાઓ લાવવી તે અમે કલર્સમાં અમારું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. બેરિસ્ટર બાબુની વાર્તા એવી હતી કે શોને અતુલનીય સફળતા મળી અને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો. તે વારસો ચાલુ રાખતાં અમારો નવો ફિકશન શો દુર્ગા ઔર ચારૂ બે અલગ અલગ વાતાવરણમાં ઉછેરને કારણે વિસંગત વ્યક્તિત્વ તરીકે ઊભરી આવનારી બોંદિતા અને અનિરુદ્ધની પુત્રીઓના હૃદયસ્પર્શી પ્રવાસનું પગેરું મેળવે છે. અમે લોકપ્રિય શોનો નવો અધ્યાય લાવી રહ્યા છે અને આગળ વધારી રહ્યા છીએ ત્યારે અમને આશા છે કે દુર્ગા અને ચારૂને પણ તે જ પ્રેમ અને સરાહના મળશે.”

આઝાદી પૂર્વ અને પશ્ચાત યુગમાં સ્થાપિત દુર્ગા ઔર ચારૂ એબે નિરાશાવાદી છોકરી દુર્ગા (ઓરા ભટનાગર) અને તેની હોશિયાર મોટી બહેન ચારૂ (વૈષ્ણવી પ્રજાપતિ)ની વાર્તા છે. બે બહેનો અલગ અલગ રહે છે. તેઓ તેમના અજોડ ઉછેરને લીધે ચોક અને ચીઝ જેવી સાવ અલગ છે. દુર્ગા ઓછાબોલી અને ભણવામાં હોશિયાર છે, પરંતુ તેની બહેન ચારૂ બોલકણી, આગઝરતી છે અને એક્રોબેટિક્સ કરીને આજીવિકા કમાણી કરે છે. દુર્ગાને ધનાઢ્ય વાલીઓ દત્તક લે છે અને ચારૂનો કોન આર્ટિસ્ટ દ્વારા ઉછેર કરાય છે. તેઓ એકબીજા વિશે કેટલો સમય અજાણ રહેશે?

પ્રોડ્યુસર શશી મિત્તલ કહે છે, “દુર્ગા અને ચારૂ બ્રિટિશ યુગ દરમિયાનનો ડ્રામા છે, જે બે જોડિયા બહેનની વાત છે. તેઓ પોતાના વાલીઓથી અલગ થવા સાથે પોતે પણ નાની ઉંમરે એકબીજાથી અલગ થઈ જાય છે. જોકે આખરે ભાગ્ય તેમને એકત્ર લાવે છે અને અનેક ભાવનાત્મક પરિસ્થિતિઓ થકી તેમના સંબંધોની કસોટી થાય છે. અમારા શો સાથે અમે હંમેશાં એક યા બીજી રીતે આપણા સામાજિક વિચાર પર પ્રભાવ પાડતી વિવિધ થીમો લાવવા પ્રયાસ કરીએ છીએ. અમારો કલર્સ સાથે તેમાં સહયોગ ફળદ્રુપ રહ્યો છે. અમને ક્રિયાત્મક આઝાદી સાથે ઉત્તમ ટીમ સાથે કામ કરવા મળ્યું છે અને અમને આશા છે કે દુર્ગા ઔર ચારૂ દર્શકોને વધુ એક રોમાંચક વાર્તા પ્રદાન કરશે.”

દુર્ગાની ભૂમિકા ભજવવા માટે રોમાંચિત ઓરા ભટનાગર કહે છે, “યુવા બોંદિતા તરીકે મને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ અને આધાર મળ્યા છે અને હું દુર્ગાની નવી ભૂમિકા ભજવવા માટે ભારે રોમાંચિત છું. તે શિક્ષણમાં હોશિયાર તેની માતા જેવી જ છે, પરંતુ ઉછેરને લીધે સામાજિક રીતે પછાત છે. બેરિસ્ટર બાબુ અને કલર્સ સાથે પદાર્પણ કર્યા પછી હું ફરી નવો અધ્યાય શરૂ કરવા ચેનલ સાથે જોડાઈ તે માટે ભારે રોમાંચિત છું.”

 ચારૂની ભૂમિકામાં જોવા મળનારી વૈષ્ણવી પ્રજાપતિ કહે છે, “ચારૂની મુખ્ય ભૂમિકા ભજવવા મળી તે મારે માટે મોટી તક છે અને હું આખી દુર્ગા અને ચારૂ ટીમ અને કલર્સની પણ મને તક આપવા માટે આભારી છું. ચારૂ તેની માતા બોંદિતા જેવી બોલકણી એન નીડર છે. મને ખાતરી છે કે ચારૂ પોતાની જીવન પર કાબૂ રાખવાનુ જાણતી આત્મવિશ્વાસુ છોકરી તરીકે દર્શકોનાં મન જીતીને રહશે.”

જોતા રહો બે બહેનની હૃદયસ્પર્શી વાર્તા દુર્ગા ઔર ચારૂ, 12મી ડિસેમ્બરથી શુભારંભ, દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પર.