કેન્દ્રિય બજેટ અંગે પ્રતિક તોશનિવાલની પ્રતિક્રિયા (સ્ટાર્ટઅપ, પીઇ, એન્જલ ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાર્ટઅપ વિશ્વમાં ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સિયલ એડવાઇઝરી વગેરે)
“વર્ષ 2023-24 માટે કેન્દ્રિય બજેટે દેશમાં મૂડી રોકાણના લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે. ચોક્કસપણે, નવી નીતિઓ સમગ્ર ભારતમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને બળ આપશે. નાણામંત્રીએ કહ્યું છે કે સંશોધિત ક્રેડિટ ગેરંટી સ્કીમ 01 એપ્રિલ, 2023થી અમલી બનશે અને તેના માટે રૂ. 9,000 કરોડના ભંડોળની ફાળવણી કરાશે. તેનાથી એમએસએમઇ માટે રૂ. 2 લાખ કરોડની વધારાની કોલેટરલ-ફ્રી ક્રેડિટ સક્ષમ બનશે. આ નીતિ દેશભરના નાના અને મધ્યમકદના એકમો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. વર્તમાન વર્ષમાં અર્થતંત્ર 7 ટકાના દરે વિકસ્યું છે, જે મોટા અર્થતંત્રોમાં સૌથી વધુ છે. પડકારજનક સમયમાં પણ ભારત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024 માટે મૂડી ખર્ચ 33 ટકા વધારીને રૂ. 10 લાખ કરોડની દરખાસ્ત છે, જે આપણા જીડીપીના 3.3. ટકા છે. એકંદરે આ બજેટ સારું છે અને તે દેશની નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત કરશે.