જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પરિક્ષા પે ચર્ચા 2023માં ભાગ લીધો

સુરત, જાન્યુઆરી, 2023: પરિક્ષા પે ચર્ચા એ ‘પરીક્ષા વોરિયર્સ’ની મોટી ચળવળનો એક ભાગ છે, જેનું નેતૃત્વ વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવે છે, જેથી બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરી શકાય. જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પીપીસીની છઠ્ઠી આવૃત્તિ પરિક્ષા પે ચર્ચા 2023નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીમતી જયશ્રી ચોરારિયાએ દીપ પ્રગટાવીને કર્યું હતું તથા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા “પરીક્ષા કે બાત પીએમ કે સાથ” ની પરીક્ષા પે ચર્ચામાં હાજરી આપવાની અદ્ભુત તક વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરતના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ સંજીવ ઓક (આઇએએસ) ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે વિદ્યાર્થીઓને પરિક્ષા પે ચર્ચા 2023 વિશે વક્તવ્ય આપ્યું હતું. સુરત જિલ્લા શિક્ષણ ઓફિસના એજ્યુકેશન ઇન્સપેક્ટર ડો. સંગીતા મિસ્ત્રીએ ચિત્ર, સ્લોગન રાઇટિંગ, નિબંધ લેખન અને કાવ્ય લેખન જેવા પરિક્ષા પે ચર્ચા 2023 હેઠળ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને એવોર્ડ્સ એનાયત કર્યાં હતાં. વધુમાં નેશનલ અચિવર્સ 2021-22 તથા ઇન્ટરનેશનલ અચિવર્સ 2022-23 એવોર્ડ્સ પણ એનાયત કરાયા હતાં. પ્રી-પ્રાઇમરીથી લઇને હાયર સેક્શન સુધીના વિદ્યાર્થીઓએ કલાના વિવિધ ક્ષેત્રોમાં તેમની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.

પરિક્ષા પે ચર્ચા (પીપીસી) 2023 એ વાર્ષિક કાર્યક્રમ છે, જેમાં નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે સવારે 11 વાગે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમાં ધોરણ 5થી13ના વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા અને વિશ્વભરના શિક્ષકોએ ઓનલાઇનભાગ લીધો હતો. તેમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરાઇ હતી અને તેમની આગામી પરીક્ષાઓ માટે ટીપ્સ શેર કરાઇ હતી. આ વિચાર એવા યુવાન વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવાનો છે કે જેઓ કોલેજો અને યુનિવર્સિટીઓમાં બોર્ડની પરીક્ષાઓ અને અન્ય પ્રવેશ પરીક્ષાઓ આપવાના છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પણ પીપીસી 2023 વેબસાઇટની મુલાકાત લઈને વડાપ્રધાન મોદી માટે તેમનાપ્રશ્નો સબમિટ કરી શકે છે.