રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
ઉત્સવ દરમિયાન કૃષિ અને ઉધોગ મેળો (14 થી 17 માર્ચ ), વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ કેમ્પ, મેડિકલ અને રક્તદાન કેમ્પ ઉપરાંત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન
પોરબંદર ના વિકાસ માટે સમિટ નું આયોજન
મહેર સમાજના પ્રથમ ડિજિટલ પુસ્તક -‘મહેરસમાજની વિકાસગાથા’નું વિમોચન કરવામાં આવશે
હેર સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા માર્ચ 2023માં સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 13 માર્ચ થી 19 માર્ચ દરમિયાન ચોપાટી ક્રિકેટ મેળા ગ્રાઉંડ, પોરબંદર ખાતે યોજાનાર આ ભાગવત સપ્તાહમાં કૃષિમેળો, ઔધોગિક મેળો અને અન્ય કાર્યક્રમો ઉપરાંત પોરબંદરના વિકાસ માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વે જ્ઞાતિ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે.
કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા,ઉપપ્રમુખ સાજણભાઈ ઓડેદરા, કેશવના કારાભાઈ કેશવાલા, અમેરિકાના ભિમાભાઈ મોઢવાડિયા તથા મેહુલભાઈ થાનકી વગેરે મહાનુભાવો એ 12 થી 19 માર્ચ દરમિયાન યોજાનાર કાર્યક્રમ વિષે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતું કે શ્રીમદ ભાગવત સપ્તાહ ની સાથે સાથે અઠવાડીયા સુધી પોરબંદર ની સામાજિક, શૈક્ષણિક, આર્થિક, આધ્યાત્મિક, તથા આરોગ્યલક્ષી ઉન્નતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ ભાગવત સપ્તાહમાં મુખ્ય દાતાઓ અમેરિકના ભિમાભાઈ મોઢવાડિયા, રણમલભાઈ વિરમભાઇ કેશવાલા, મસરીજીભાઈ ભિમાજીભાઈ ઓડેદરા, કિશોરભાઇ રણમલભાઈ ગોઢાણીયા ,નાગેભાઈ રાજસીભાઈ ઓડેદરા તથા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરા છે , ત્યારે તેમણે જણાવ્યુ કે શરીરની સ્વસ્થતા માટે વ્યાયામ જરૂરી છે તેવીજ રીતે માનસિક શાંતિ માટે ધર્મ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે સર્વે સમાજ ધર્મ અને આધ્યાત્મ ના માર્ગે આગળ વધે તેવા હેતુ સાથે આ આયોજન થઈ રહ્યું છે.
12 માર્ચને ભાગવત સપ્તાહના આગલા દિવસે પોથીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. હજારો શહેરીજનો આ શોભાયાત્રામાં જોડાશે. મહેર સમાજના લોકો તેમના પરંપરાગત પોશાકમાં જોડાશે, ચોપાટી ખાતે મહેર મણિયારા સહિત દાંડિયા રાસ પણ યોજાશે.

ઇન્ટરનેશનલ મહેર કાઉન્સીલ ના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરા એ વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે, “આ કાર્યક્રમમાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ તેની સાથો સાથ પોરબંદર વિસ્તારના સર્વે સમાજના આર્થિક , ધાર્મિક, શૈક્ષણિક , આધ્યાત્મિક, સામાજિક, આરોગ્યિક અને ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો આ સાપ્તાહિક ઉત્સવમાં યોજાશે. જેમાં સર્વે સમાજના સંગઠન અને વિકાસ માટે મુક્ત ચર્ચાઓ થશે. ‘મહેર સમાજની વિકાસગાથા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે . મહેર સમાજનું આ પ્રથમ ડિજિટલ પુસ્તક છે ડીજીટલાઇઝ જમાના સાથે કદમ મિલાવતા દેશ વિદેશમાં વસતા લોકો આંગળી ના ટેરવે મોબાઈલ, કોમ્પ્યુટર જેવા તમામ ઉપકરણો પર આ પુસ્તક વાચી શકે તેવા હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કૃષિ અને ઉધોગ મેળો, વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ, મેડિકલ અને રક્તદાન કેમ્પ ઉપરાંત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો માં દરરોજ અંદાજિત 35000 થી 50000 જેટલા લોકો જોડાશે.”
કૃષિ અને ઉધોગમેળા વિશે માહિતી આપતા શ્રી વિમલજીભાઈ એ જણાવ્યુ કે,”14 માર્ચ થી 17 માર્ચ દરમિયાન સવારે 11 થી બપોરે 3 કલાક સુધી કૃષિ અને ઉદ્યોગ મેળો યોજાશે અને ત્યાર બાદ કથા યોજાશે તથા કથાની પૂર્ણાહુતિ બાદ સાંજે 7 થી 9 કલાક દરમિયાન ફરી આ મેળો યોજાશે. જેમાં કૃષિ ઓજારો થી લઈને અનેકવિધ ચીજવસ્તુઓને સ્થાનિકકક્ષાએ મોટું બજાર મળશે.”
પોરબંદર શહેર અને જિલ્લાના વિકાસ માટે સમિટનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં તમામ આગેવાનો , અધિકારીઓ,સંસ્થાઓ , ઉધોગપતિઓ , વેપારીઓ , સામાજિક અગ્રણીઓ , શૈક્ષણિક અગ્રણીઓ, તમામ જ્ઞાતીના અગ્રણીઓ વગેરે હાજરી આપશે અને પોરબંદરના વિકાસ ની ચર્ચા કરશે.
ભાગવત સપ્તાહ દરમિયાન દરરોજ મહાપ્રસાદી બાદ લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે . જેમાં ભીખુદાન ગઢવી, દેવરાજ ગઢવી , કીર્તીદાન ગઢવી જેવા ખ્યાતનામ કલાકારો પ્રેક્ષકો ને ડાયરાની સંસ્કૃતિ સાથે જકડી રાખશે.