ગુજરાતમાં પહેલીવાર ઓરો યુનિવર્સિટી, સુરત અને IBM – ICE દ્વારા B. SC- IT (AI/ML) પ્રોગ્રામ લોંચ કરાયો
સુરત: વૈશ્વિક સ્તરે AI/ML સ્પેશિયાલિસ્ટની માંગમા વધારો તથા B. SC- IT (AI/ML) વિશે વધુ વિસ્તૃત જાણકારી પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ઓરો યુનિવર્સિટી દ્વારા IBM – ICE ના સહયોગથી શનિવાર 9 જુલાઇના રોજ B. SC- IT (AI/ML) પ્રોગ્રામ ઉપર નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પ્રોગ્રામ (AI/ML) વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે સુરતની પ્રતિષ્ઠિત શાળાઓના પ્રિન્સિપાલ તથા ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા સાથે સેમિનારમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ઓરો યુનિવર્સિટીના ડીન એકેડેમિક્સ ડો. રોહિત સિંઘે વિદ્યાર્થીઓને ઓરો યુનિવર્સિટીના વિશિષ્ટ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ અભિગમ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શ્રી ઓરોબિંદોના શારીરિક , માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક પાસાઓના ચાર સિદ્ધાંતો વિશે માહિતીસભર વિગતો આપી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસાવવામાં ઓરો યુનિવર્સિટીના અભિગમ ઉપર પણ ભાર મૂક્યો હતો.
ડો. રોહિત સિંઘે વિકારૂદ્દીન સુરકી (હેડ – ડિલિવરી એકાઉન્ટ મેનેજમેન્ટ IBM )નો પરિચય કરાવ્યો હતો, જેમણે કહ્યું હતું કે, આ પોગ્રામ સ્કોર હાંસલ કરવા માટે નહીં, પરંતુ કૌશલ્ય પ્રાપ્ત કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે IT (AI/ML) ની પહોંચથી હવે કોઇપણ ક્ષેત્ર બાકાત નથી.
શ્રી સુરકીએ ઇનોવેશન અને તેનાથી કેવી રીતે વધુ રોજગારની તકોનું સર્જન થઇ શકે, તેના વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યની તકો માટે સજ્જ કરવા માટે રચનાત્મક વિચારસરણી કેળવવા વિશે પણ વાત કરી હતી.
શ્રી સુરકીના મત અનુસાર IT (AI/ML) ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ, મશીન વિઝન અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગમાં ખૂબજ મહત્વપૂર્ણ છે. તેમણે હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, એજ્યુકેશન, બિઝનેસ, બેંકિંગ, ફાઇનાન્સ, સાઇબર સિક્યુરિટી, ફ્રોડ ડિટેક્શન વગેરે જેવાં ક્ષેત્રમાં IT (AI/ML) ક્ષેત્રે ઉપલબ્ધ તકો વિશે પણ વાત કરી હતી.
IBM – ICE ની ઓરો યુનિવર્સિટી સાથેની ભૂમિકા અંગે વાત કરતાં તેમણે IBM દ્વારા B. SC- IT (AI/ML) નો અભ્યાસક્રમ કેવી રીતે તૈયાર કરાશે, તેની વિગતો આપી હતી. ઓરો યુનિવર્સિટીના ફેકલ્ટી માટે તાલીમ, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર્સ અને વેબિનાર્સનું આયોજન તેમજ ફિઝિકલ અને ઓનલાઇન કેન્ટેન્ટ ડિલિવરી તથા સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SDP) હાથ ધરાશે. તેમને ક્રોસ ડોમેન પ્રોજેક્ટ્સ ઓફર કરાશે. પ્રત્યેક સેમેસ્ટર IBM દ્વારા નવો વિષય ઉમેરાશે.
તેમણે વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું કે હવે કોર્પોરેટ્સ પહેલેથી જ સજ્જતા ધરાવતા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી નોકરીએ રાખવાનું પસંદ કરે છે.
ઓરો યુનિવર્સિટીના માર્કેટિંગ અને એડમીશન હેડ ડો. પ્રિતેશ શુક્લાએ આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને આગામી પાંચ વર્ષ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું.