મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022 યોજાયો

સુરત, અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતના અનેક નાના મોટા શહેરોમાંથી બાળકોએ લીધો હતો ભાગ

સુરત: વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો -2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન શૉમાં સુરત, વડોદરા, અમદાવાદ, ભરૂચ સહિત રાજ્યના વિવિધ નાના મોટા શહેરોમાંથી બાળકોએ ભાગ લીધો હતો અને ફેશન શોને સફળ બનાવ્યો હતો.

ફેશન શો ના આયોજન વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સના પ્રીતિ બોકડિયા જૈને આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે મી એન્ડ મમ્મી કિડ્સ ફેશન શો 2022 માટે જ્યારે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરત ઉપરાંત વડોદરા, અમદાવાદ, ભરૂચ, નવસારી અને વલસાડ સહિતના અનેક નાના મોટા શહેરોમાંથી બાળકોએ ભાગ લીધો હતો. આ તમામ બાળકોનું ગ્રુમિંગ કરી તેમને ટ્રેનીંગ આપવામાં આવી હતી અને અલગ અલગ રાઉન્ડ બાદ ફાઈનલ રાઉન્ડ માટે 30 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. સુરત ખાતે યોજાયેલા ફેશન શોમાં અતિથિ વિશેષ તરીકે કોર્પોરેટર રશ્મિ સાબુ, ભરતભાઈ  કાચિવાલા, ગૌરવ ચાવડા, સંજય અગ્રવાલ, પ્રિયંકા જૈન રાવલ, નેમિચંદ જાંગીડ જ્યારે જ્યૂરી તરીકે નીખીતા કેસ્વાની, ધર્મેશ ડુમસિયા, ધારા ગડરા, ધ્વલીન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા. ક્રાઉન પાર્ટનર તરીકે પ્રેશા ક્રિએશન અને સ્પોન્સર તરીકે એસ.કે. ઇન્વેસ્ટમેન્ટ, સુરકૈવલ્યમ મ્યુઝિક ક્લાસિસ તેમજ હર્ષ એસોસિયેશન અને એન્કરિંગ તરીકે માંન્તુ હૅલ્ડર હતાં. ગૃમિંગ માટે નીરજા કલાવટિયા અને મી. યશ થોરાત સેવા આપી હતી. જ્યારે સેલિબ્રિટી તરીકે શાન ખન્ના અને આર્યન કુમાર હજાર રહ્યા હતા. સમગ્ર  આયોજન ને સફળ બનાવવા મનીષ ભાવસાર, મમતા ભવસાર, કૃષિ, ડિમ્પલ, સારિકા અને રવિનો સહયોગ મળ્યો હતો.