કોર્પોરેટ જગતના માંધાતાઓની દસ ટીમો વચ્ચે ખેલાશે ક્રિકેટનો મહા મુકાબલો

સ્પોર્ટોનિક્સ દ્વારા “સુરત 20-20 કપ” ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
22મી ફેબ્રુઆરીથી સી. બી.પટેલ ગ્રાઉન્ડ પર શરૂ થનાર ટુર્નામેન્ટનું શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા ના હસ્તે થશે ઉદ્ઘાટન


સુરત: આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં બિઝનેસ કોમ્યુનિટી વચ્ચેનું નેટવર્ક મજબૂત બનાવવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ સ્પોર્ટોનિક્સ દ્વારા “સુરત 20-20 કપ” ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો આરંભ 22મી ફેબ્રુઆરીથી સી. બી.પટેલ ગ્રાઉન્ડ ખાતે થશે જેનું ઉદઘાટન શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણાતુંગા કરશે.
આ અંગે માહિતી આપતા સ્પોર્ટોનિક્સના ડાયરેક્ટર હમીર દેસાઈ, કરણ ગુજરાતી, વિનીત બંસલ, અને વિજય છેરા એ જણાવ્યું હતું કે સુરતના ઉધોગપતિઓ એક મંચ આવે અને અધોગિક સંબંધો વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ્ય સાથે સ્પોર્ટોનિક્સ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં શહેરના નામી દસ ઉધોગપતિઓની ટીમો મેદાનમાં ઉતરશે. દરેક ઉદ્યોગપતિઓની ટીમમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને તમામની ઉંમર 30 વર્ષથી વધુની છે. ટુર્નામેન્ટમાં 12 દિવસ દરમિયાન કુલ 24 મેચ રમાશે. આ પ્રીમિયમ ટુર્નામેન્ટ 22મી ફેબ્રુઆરીથી શહેરના સી.બી.પટેલ ગ્રાઉન્ડ પર યોજશે અને ઉદઘાટક તરીકે શ્રીલંકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા ના હાજર રહેશે. તમામ મેચોનું ઓટીટી પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરાશે સાથે જ પરિવાર સાથે સ્ટેડિયમમાં આવીને પણ મેચો નિહાળી શકાશે.
ટીમોના નામ :-
1) Steamhouse legends
2)Anupam Worriers
3) Golden JD Titans
4) Ethereal Stars
5) CAS X Indian
6) White Wolves
7) Regal Royals
8) Mannat fighters
9) Parin Panthers
10) Blue Worriers.