જાણો ક્યારથી લાગુ થશે સુમુલ દૂધ માં આ ભાવ વધારો

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પશુપાલક માટે સુમુલે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકો માટે કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ 21 ફેબ્રુઆરીથી જ અમલમાં આવશે. દૂધના ખરીદી ભાવમાં વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાનો લાભ હજારો પશુપાલકોને થશે.