જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયા ક્વિઝ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
સુરત, ફેબ્રુઆરી, 2023: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ)ના વિદ્યાર્થીઓએ ફિટ ઇન્ડિયા ક્વિઝ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે. ભારતના નાગરિકો વચ્ચે ફિટનેસ અને રમત-ગમતની મહત્વતાનો પ્રસાર કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2019માં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાયો હતો. તાજેતરમાં યુવા બાબત અને રમત-ગમત મંત્રાલય હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પહેલ હેઠળ ફિટ ઇન્ડિયા મીશન દ્વારા દેશભરની શાળાઓ માટે ફિટ ઇન્ડિયા ક્વિઝની બીજી આવૃત્તિ લોંચ કરાઇ હતી. તેના પ્રાથમિક રાઉન્ડમાં જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના 9 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
શાળામાં ધોરણ 12-ડીમાં અભ્યાસ કરતી તનિષા યાદવ અને ધોરણ 10-એમાં અભ્યાસ કરતી ઉમિકા સૂદ સ્ટેટ રાઉન્ડ માટે ક્વોલિફાઇ થાય છે અને તેમણે અનુક્રમે 12 અને 14મો રેન્ક હાંસલ કર્યો હતો. શાળાના સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર આશિષ સિંઘ તથા ડાયરેક્ટર પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.