બી ધ ચેન્જ ગ્રુપ દ્વારા વેસુ ખાતે કરાયું આયોજન
LGBTQ કૉમ્યુનિટી ના આઈકોન માનવેન્દ્ર સિંહ ગોહિલ અને બી ધ ચેન્જ ગ્રુપના સ્થાપક ર્ડો ગોપાલ કાકાણી એ કર્યું ફ્લેગ ઓફ
સુરત: સમાજની વચ્ચે જ રહેતા પણ ઉપેક્ષાનું પાત્ર બનેલી LGBTQ કૉમ્યુનિટી ના લોકો પ્રત્યે સમાજ ભેદભાવ રાખ્યા વગર તેમને પણ સામાન્ય વ્યક્તિની જેમ જ ગણી સ્વીકારે તે માટેની જાગૃતિ ફેલાવવા માટે આજરોજ સુરતના આંગણે વી આર વન રન ના શીર્ષક સાથે ત્રણ કિમીની ફન રન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ડેન્ટસ્ટિ ડૉ. ગોપાલ કકાની દ્વારા સ્થાપિત બી ધી ચેન્જ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે LGBTQ કૉમ્યુનિટી ના આઇકોન માનવેન્દ્ર સિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ડૉ. ગોપાલ કકાનીએ જણાવ્યું હતું કે સમાજમાં વિભિન્ન કુરિતીઓ અને ભ્રામક બાબતો વિશે જાગૃતતા લાવવા માટે બી ધી ચેન્જ ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓથી માંડીને ડોક્ટર્સ, વકીલ, પ્રોફેસર જેવા લોકો પ્રબુદ્ધ લોકો જોડાયા છે. આજરોજ LGBTQ કૉમ્યુનિટી ને લઈ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે ફન રન નું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા ત્યાં 17 ટકા લોકો આ કૉમ્યુનિટી માંથી આવે છે. પરંતુ સમાજ તેમને હિન અને તિરસ્કારની ભાવનાથી જોતો હોવાના કારણે આ કૉમ્યુનિટી ના કેટલાક લોકો નિરાશામાં સરી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તો આપઘાત સુધીનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે આ તિરસ્કારની ભાવનાને સમાજ દૂર કરી આ કૉમ્યુનિટી ને પણ સામન્ય વ્યક્તિની જેમ જ અપનાવે તે જરૂરી છે અને આ બાબતની જાગૃતિ ફેલાવવા માટે વી આર વન રન શીર્ષક હેઠળ ત્રણ કિમી ની ફન રન નું આયોજન કરવામાં આવ્યું હતું. વેસુ સ્થિત રીબાઉન્સ ખાતે યોજાયેલ ફન રન માં LGBTQ કૉમ્યુનિટી ના 500 થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. આ કૉમ્યુનિટી ના આઇકોન માનવેન્દ્ર સિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને રન ને ફ્લેગ ઓફ કર્યું હતું. આ ફન રનમાં LGBTQ કૉમ્યુનિટી ના લોકો સાથે જ સામાન્ય વ્યક્તિઓએ પણ દોડીને સમાજને એક સંદેશો આપાવનો પ્રયાસ કર્યો હતો.