જિયો સ્ટુડિયોઝની પ્રથમ ગુજરાતી ફિલ્મ “વ્હાલમ જાઓ ને” 4થી નવેમ્બર 2022થી સિનેમાઘરોમાં આવી રહી છે!

“વ્હાલમ જાઓ ને” ટ્રેલર રજૂ થઇ ગયુ છે!

~ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી અભિનીત ~

~ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને સચિન-જીગર દ્વારા સંગીત આપવામા આવેલ છે ~

પ્રતીક્ષા પૂરી થઈ છે! ગુજરાતી સિનેમામાં જિયો સ્ટુડિયોઝની શરૂઆત મલ્ટિસ્ટારર ફેમિલી-કોમેડી – “વ્હાલમ જાઓ ને” ફિલ્મને સાથે થાય છે, જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો પ્રતિક ગાંધી અને દીક્ષા જોષી સાથે છે. ફિલ્મમાં ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ પણ જોવા મળશે. હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું સંગીત સફળ સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે બહુવિધ હિટ ગીતો કંપોઝ કર્યા છે. યુટ્યુબ પર જિયો સ્ટુડિયોઝની સત્તાવાર ચેનલ પર ફિલ્મનું ટ્રેલર જોવા મળશે.

પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જર દ્વારા નિર્મિત આ ફિલ્મની વાર્તા રાહુલ પટેલ દ્વારા લખવામાં આવી છે.  “વ્હાલમ જાઓ ને” એક સંપૂર્ણ કૌટુંબિક મનોરંજન છે, જે દરેકના ખૂબ જ દિલથી મજા કરાવશે  – યુવા કિશોરોથી લઈને યુવાનો અને દાદા-દાદી પણ તેનો આનંદ માણશે. “વ્હાલમ જાઓ ને” આપણને મ્યુઝિક ડિરેક્ટર એવા ફિલ્મના નાયક સુમિત ગાંધી (પ્રતિક ગાંધી)ની વાર્તાના માધ્યમથી લઈ જાય છે, જે રીના (દીક્ષા જોશી) કે જે એક ફેશન ડિઝાઇનર છે અને ફિલ્મ સ્ટાર રણવીર સિંહની સ્ટાઈલિશ બનવા માંગે છે તેના પ્રેમમાં છે. પ્રેમનો નવો શિકાર છે સુમિત ગાંધી, પરંતુ તેને પોતાના પ્રેમ રીના વિના પોતાનું ભવિષ્ય દેખાતું નથી. એક સરસ દિવસે શ્રીમંત એમઆરઆઇ ઉદ્યોગપતિ એવા રીનાના પિતા સુમિતના પરિવારને મળવા ભારત આવે છે અને વાર્તા આગળ વધે તેમ અનેક વળાંકો આવે છે.

મુખ્ય નાયકની ભૂમિકા ભજવવા પર, ટેલેન્ટ પાવરહાઉસ પ્રતિક ગાંધી જણાવે છે, ” “વ્હાલમ જાઓ ને” એ ભૂલોની કોમેડીનું મિશ્રણ ધરાવતું એક સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા છે, જે પ્રેક્ષકોને તેમની બેઠકો પર જકડી  રાખશે. તે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે અને કલાકારોએ આ વાતને ખાતરીબદ્ધ કરી છે. તેમની કોમિક ટાઈમિંગથી થિયેટરમાં દરેક જણ મૂવીનો આનંદ માણશે અને અમર્યાદિત હાસ્ય હશે. મને આખી ટીમ સાથે શૂટિંગ કરવામાં ખુબ મજા આવી અને મને ખાતરી છે કે દર્શકોને પણ એટલું જ મનોરંજન પુરૂ પાડશે.”