જીએએસએફસી યુનિવર્સિટી દ્વારા ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો

૩૯૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત

વડોદરા, તા.૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવાર:- (વિ.સં.૨૦૭૯ મહા વદ ૧) GSFC યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ 5મી ફેબ્રુઆરી, 2023ના રોજ કલ્ચરલ સેન્ટર ફર્ટિલાઇઝરનગર, વડોદરા ખાતે યોજાયો હતો. આ કોન્વોકેશનમાં, સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ અને સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી 393 વિદ્યાર્થીઓ (104 છોકરીઓ અને 289 છોકરાઓ) ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત, ડૉ. કૃષ્ણસ્વામી વિજયરાઘવન, ભૂતપૂર્વ પ્રિન્સીપાલ સાઇન્ટીફીક એડવાઇઝર, ભારત સરકાર દ્વારા દરેક પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર નવ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો અર્પણ કર્યા હતા. GSFC યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પી.કે. તનેજા, IAS (નિવૃત્ત), ભૂતપૂર્વ અધિક મુખ્ય સચિવ -GOG એ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી.
આ દીક્ષાંત સમારોહમાં GSFC યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, સરકારી અધિકારીઓ, GSFC લિમિટેડ અને GSFC યુનિવર્સિટીના મેનેજમેન્ટના સભ્યો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતા.


શ્રી આર.બી.પંચાલ, ડાયરેકટર (એડમીનીસ્ટ્રેશન) દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું અને વાઇસ ચાન્સેલર ડો. નિખિલ ઝવેરીએ યુનિવર્સિટીનો અહેવાલ રજૂ કર્યો હતો
પ્રેસીડેન્ટ, GSFC યુનિવર્સિટી શ્રી પી.કે. તનેજા, IAS (નિવૃત્ત), ભૂતપૂર્વ અધિક મુખ્ય સચિવ, GoG એ સર્વે માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, યુનિવર્સિટી દ્વારા 2 અભ્યાસક્રમોથી શરૂઆત કરી 19 અભ્યાસક્રમો સુધી પહોંચી નેશનલ એજ્યુકેશનલ પોલિસી (NEP)ને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ત્થા શૈક્ષણિક ક્ષેત્રોમાં કરેલ પ્રગતિની પ્રશંશા કરી હતી. યુનિવર્સિટીના વિઝનને સાકાર કરવા માટે તેમણે ઔપચારિક રીતે UNIQUE-7E ફ્રેમવર્ક રજૂ કર્યું હતું. તેમણે LMS સિસ્ટમ ત્થા ચેટબોટના વિકાસ માટે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
તેમણે 1.54 કરોડના મળેલ ભંડોળથી “કેરેકટરાઇઝીંગ ઓફ બ્લડ કેન્સર સ્ટેમ સેલ “ અને “ડ્રગ રિ-પર્પઝિંગ સ્ટડીઝ” કરવા બદલ સ્કૂલ ઓફ સાયન્સની પ્રશંશા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પરિવર્તન સ્વીકારવા અને તેમના પ્રયત્નોમાં પ્રમાણિક રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ વતી શ્રી મુકેશ પુરી, આઇએએસ, મેનેજીંગ ડિરેકટર જીએસએફસીનો યુનિવર્સિટીના વિકાસ માટે આપેલ યોગદાન બદલ આભાર વ્યકત કર્યો હતો.
ઉપરાંત યુનિવર્સિટીના વિકાસ માટે કોનકોર્ડ બાયોટેક, AAAG, GETCO, GGRC જેવી સંસ્થાઓનો નાણાકીય યોગદાને પણ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે તેમ જણાવ્યું હતું.
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત, ડૉ. કૃષ્ણસ્વામી વિજય રાઘવન, ભૂતપૂર્વ પ્રિન્સીપાલ સાઇન્ટીફીક એડવાઇઝર, ભારત સરકાર દ્વારા દીક્ષાંત સમારોહના અતિથિ તરીકે તેમને આમંત્રિત કરવા બદલ જીએસએફસી યુનિવર્સિટી પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કેટલીક રમુજી શૈલી દ્વારા વિદ્યાર્થીકાળનું વર્ગીકરણ કર્યું હતું. તથા યુનિવર્સિટીમાં લીધેલ અભ્યાસનો સારાંશ ‘મિત્રતા’ પણ છે. તેમ જણાવ્યું હતું
તેમને વિશ્વનો મુખ્ય સમસ્યા પર પ્રકાશ પાડ્યો હતો, તથા ભૂતકાળમાં ટકાવ વિકાસ મુશ્કેલ હતો. જેથી ભાઈ પેઢી માટે આ એક પડકાર છે. તેમને અવિકસીત વિશ્વની સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો. જે વિકસિત વિશ્વ દ્વારા સંશોધનના પૂરા પાડી હલ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને તેની તેમની સંભવિત ભૌતિક સંપ્રદાયનો લાભ લઇ એક ટકાઉ વિશ્વ બનાવવાનો પ્રોત્સાહિત કર્યો હતા. અંતમાં તેમણે ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓના પાઠવ્યા હતા અને સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જીએસએફસી યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. નિશીથ પરીખે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.