૯મી નેશનલ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમા ડાંગ જિલ્લાના યુવાને સિલ્વર મેડલ મેળવ્યો

કાશ્મીરના ગુલમગૅ ખાતે યોજાયેલ રમતમા પૃથ્વી ભોયે એ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 6: તા.2 ફેબ્રુઆરી થી 4 ફેબ્રુઆરી દરમિયાન ગુલમગૅ (કાશ્મીર) ખાતે 9મી નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપ 2023 રમોત્વસ યોજવામા આવ્યો હતો.

જેમા આઇસ સ્ટોક ટીમ ઈવેન્ટમા ડાંગ જિલ્લાના પૃથ્વી ભોયેએ સીલ્વર મેડલ મેળવી, જિલ્લાનુ નામ રોશન કર્યુ છે.

પૃથ્વી વસંત ભોયે ખેલો ઈન્ડિયામા પણ આઈસ સ્ટોક સ્પોર્ટમા ગુજરાતની ટીમ વતી રમવા માટે પસંદગી પામ્યા છે. જેઓ તા 11 ફેબ્રુઆરી થી કાશમીર ખાતે રમશે.

આઇસ સ્ટોક સ્પોર્ટને “આઇસ સ્ટોક સ્પોર્ટ” અથવા “બેવેરિયન કર્લિંગ” તરીકે પણ ઓળખવામા આવે છે. શિયાળા રૂતુની આ રમત પરંપરાગત રીતે બરફની સપાટી પર રમાય છે. ઉનાળામા ડામર રોડ ઉપર પણ આ રમતના કાર્યક્રમો યોજવામા આવે છે. સ્પર્ધકો બરફની સપાટી પર બરફના સ્ટોકને સ્લાઇડ કરે છે. લક્ષને લક્ષ્યમા રાખીને અથવા સૌથી લાંબુ અંતર કાપવા માટે બરફના શેરોમા ગ્લાઈડિંગ સપાટી હોય છે. જેની સાથે લાકડી  જોડાયેલ હોય છે. આ રમત મોટે ભાગે દક્ષિણ જર્મની, ઑસ્ટ્રિલીયા અને ઇટાલીમા રમાડવામા આવે છે.

આઇસ સ્ટોક એ ભારતના ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ પ્રોગ્રામમા પણ એક ઇવેન્ટ છે. જે હાલમા ગુલમગૅ કાશ્મીર ખાતે યોજાનાર છે. જેના ટ્રેનર તરીકે સુરત શહેરના વિકાસ વર્મા કામ કરી રહયા છે.

પૃથ્વી ભોયે આ અગાઉ પણ આઈસ સ્ટોક રમતમા મેડલ મેળવી ચુક્યા છે. ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે તેમને સન્માનિત પણ કરવામા આવ્યા હતા. સાથે જ તેઓ તાઈકવોન્ડો રમતમા બ્લેક બેલ્ટ છે.

 આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસિશનના પ્રેસિડેન્ટ  શ્રી મહેશભાઈ વસાવા અને સેકેટરી રંજનબેન વસાવા તરફથી પણ પૃથ્વી ભોંયને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમા છાત્રોને રેગિંગ સામે સલામતીના પાઠ ભણાવી ‘ઝીરો ટોલેરન્સ પોલિસી’ વિશે માહિતગાર કરાયા ;

કોલેજમા એન્ટી રેગિંગ સમિતિ અને CWDC સમિતિ અંતર્ગત એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો ;

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 6: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે એન્ટી રેગિંગ સમિતિ અને CWDC સમિતિના સંયુક્ત ઉપક્રમે એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

એન્ટી રેગિંગ જાગૃતિ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી દીપકભાઈ પિંપળે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કોલેજમાં ગઠિત એન્ટી રેગિંગ સમિતિ ન્યાય માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થશે એમ કહીને એમને પ્રોત્સાહિત કર્યા, અને વિદ્યાર્થીઓને કોઈ પણ ફરિયાદ હોય તો સામાજિક ન્યાય સમિતિને ફરિયાદ કરવા જણાવ્યુ હતુ.

લોકપાલ, જિલ્લા મનરેગા શ્રી કમલહુસેન શેખ જેઓ કાર્યક્રમમા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે રેગિંગ ઉદભવના કારણો જણાવી તેને નિવારણ માટે આપણે જાતે જ સક્ષમ બનવુ પડશે, અને ઘણા ઉદાહરણો જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વધુમા જણાવ્યુ કે, રેગિંગનું સ્વરૂપ પ્રથમ હકારાત્મક રૂપમા હોય, અને પછી તે અજાણે નકારાત્મક રૂપ ધારણ કરી લેતું હોય છે. વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કામા જ તેને રોકાવુ જોઈએ.

કોલેજ આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ ગાંગુર્ડે દ્વારા રેગિંગનું ઉદાહરણ આપી રેગિંગ શું છે. તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. કોલેજ એન્ટી રેગિંગ સમિતિના અધ્યક્ષ પ્રા. આશુતોષ કરેવાર એ વિદ્યાર્થીઓને રેગિંગ ઘટનાની ફરિયાદ કેવી રીતે કરવી અને રેગિંગ કરનાર વ્યક્તિઓ સામે થનાર કડક કાર્યવાહીની માહિતી આપી હતી.  પ્રા. વિલાસીનીબેન પટેલ દ્વારા આભારવિધિ કરવામા આવી હતી.

કોલેજમા એન્ટિરેગીંગ સમિતિ ઉપરાંત અન્ય સમિતિઓની રચના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામા આવી છે. આ તમામ કમિટઓમા એન્ટિ રેગિંગ કમિટી દ.ગુજરાત યુનિવર્સિટીના આદેશ મુજબ દરેક કોલેજોમા બનાવવાની હોય છે.

એન્ટિરેગિંગ કમિટીમાં આચાર્ય અને વિદ્યાર્થીઓને સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવે છે. તેઓનુ મુખ્ય કામ કોઇપણ વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક કે માનસિક ત્રાસ ન અપાય અને કોઇ ત્રાસ આપે તો તેના ઉપર યુનિવર્સિટિ એક્ટ મુજબ કાર્યવાહી કરવામા આવતી હોય છે.