જ્યારે સુરત શહેરમાં રેડિયો જોકી ની વાત આવે તો આરજે વીર નું નામ પણ અચૂક યાદ આવતું હોય છે, સુરત શહેરમાં રેડિયો સાથે લગભગ ૮-૧૦ વર્ષથી સંકળાયેલા છે અને સાથે જ લગભગ ૧૨-૧૫ વર્ષ થી સ્ટેજ એંકરિંગ માં હોસ્ટ તરીકે સમગ્ર ભારત માં પણ ખૂબ લોકપ્રિય છે. એમની સોશીયલ મિડીયા ફોલોઈંગ લાખો માં છે અને એમના બનાવેલા કન્ટેન્ટ લોકો ને ખૂબ પ્રિય છે.
હવે પ્રશ્ન છે કે શું ખરેખર રેડિયો પર “હું છું તમારો સુપર બોય આર જે વી ઇ ઈ આર બોલે તો વીર મેરે યાર” એવું કોઈ દિવસ નહિ સાંભળવા મળે ?
જો આર જે વીર એ ખરેખર રાજીનામું આપી દીધું હોય તો હવે સુરતીઓના મન માં ઘણા પ્રશ્નો હશે, કે શું હવે આર જે વીર નો અવાજ રેડિયો પર નહિ સાંભળવા મળે ? અને હવે આગળ શું ? એમની દર ૬-૮ મહિના માં કંઇક નવું ગતકડું કરતાં રહેવાની પ્રવૃત્તિ થી આપણે અવગત છીએ તો હવે આગળ શું નવું ગતકડું કરી રહ્યા છે ?
રેડિયો ના માધ્યમથી સુરતીઓ ને પ્રેરિત કરવાના હોય કે હળવાશ નો અનુભવ કરાવવો હોય આર જે વીર હંમેશા હસાવતા અને જલસા કરાવતા રહ્યા છે , રેડિયો ના લગભગ ૧૦ વર્ષના સમય ગાળા દરમિયાન સુરત શહેરના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ની ફરજ બજાવતા રહ્યા છે, લોકો વચ્ચે જઈ લોકો સુધી સ્વચ્છતા પ્રત્યે ઉત્સાહ અને જાગૃતતા પહોંચાડવાના પ્રયાસોમાં હંમેશા કાર્યરત રહ્યા છે , જ્યારે ગુજરાત લોકસભા ઇલેક્શનમાં રાજ્ય ના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવા માં આવ્યા ત્યારે પણ અલગ અલગ મંચ અને શાળા કોલેજો તથા સોશીયલ મિડીયા માં મધ્યમથી ગુજરાતી નામચીન કલાકારોથી લઇ ને સામાન્ય માણસો સાથે મળી ને ખૂબ જાગૃતિ ફેલાવી.
આર જે વીર ના રેડિયો શો ના એવા ફેન પણ પણ છે જે તેમને પ્રેમ પ્રદર્શિત કરવા ભેટો અને સુરતી જમણ અવાર નવાર મોકલતા રહે છે, લાઈન માં લાગી ને આર જે વીર સાથે ફોટો પડાવ્યા બાદ તેને સોશીયલ મીડિયા પર મૂકવાનો ઉત્સાહ સુરતના ઘણા બાળકોથી લઈ ને યુવાનો સાથે વૃદ્ધો માં પણ દેખાય છે.
લોકો તેમને મળ્યા બાદ તેમની આભાથી મંત્રમુગ્ધ થઈ જાય છે, આવી સિદ્ધિ અને પ્રસિદ્ધિ ધરાવતા હોવા છતાં હંમેશા દરેક વ્યક્તિઓ સાથે સાદાઈ અને સમ્માનથી વાત કરતા આર જે વીર નો રેડિયો નો સફર શું સમાપ્ત થવા પર છે ?
આ તો વાત છે એક વીર ની રોમાંચક સફર ની.