જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે કેજીના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહ યોજ્યો

સુરત, 2023: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) દ્વારા 16 માર્ચના રોજ શાળાના ઓડિટોરિયમમાં ગ્રેજ્યુએશન ડેનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેજી વિભાગના બાળકોએ ખૂબજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં તેમના કૌશલ્ય પ્રદર્શિત કર્યાં હતાં તથા તેમના માતા-પિતાને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

આ પ્રસંગે નાના બાળકોએ ઉપસ્થિતિ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું તથા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે વિવિધ થીમ આધારિત મ્યુઝિક અને ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કકરાયા હતાં. તે ઉપરાંત બાળકોની સ્થિતિ અને શિક્ષણ બાબતે તેમના માતા-પિતાના નિર્ણયોને સુંદર રીતે દર્શાવતું નુક્કડ નાટક પણ યોજાયું હતું. વધુમાં સ્ટેકિંટગ પર્ફોર્મન્સ, ડાન્સ, સિંગિંગ અને ટેલેન્ટ શો પણ યોજાયા હતા.ં પોતાના બાળકોને ગ્રેજ્યુએટ થઇને આગળના વિભાગમાં જતા જોઇ માતા-પિતા પણ ભાવુક થયાં હતાં.

આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું, જે દરેક માતા-પિતા માટે ઘણું લાભદાયી બની રહેશે.

સેક્શન કો-ઓર્ડિનેટર અંકિતા મુલિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમ ડાયરેક્ટર પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
જ્યારે માતા-પિતાએ શાળામાં તેમના બાળકોના અભ્યાસ વિશે વિચારો વ્યક્ત કર્યાં હતાં, ત્યારે શિક્ષકો અને બાળકો ખૂબજ ઉત્સાહિત અને પ્રભાવિત થયાં હતાં. તેમની બિનશરતી પ્રશંસાથી સમગ્ર જીડીજીઆઇએસ પરિવારનો ઉત્સાહ વધ્યો હતો.

આ દરેક વ્યક્તિ માટે ખૂબજ ભાવનાત્મક ક્ષણ હતી અને તે દરેક ઉપસ્થિત વ્યક્તિ માટે યાદગાર બની રહેશે.