સુરતમાં બે દિવસીય ઓલ ઈન્ડિયા નેશનલ સીએ કોન્ફરન્સનું સમાપન થયું

ઘી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરત બ્રાન્ચ દ્વારા તારીખ ૨૪/૦૬/૨૦૨૩  અને  ૨૫/૦૬/૨૦૨૩ ના રોજ ઓલ ઇન્ડિયા નેશનલ કન્ફરન્સ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.  સુરત બ્રાન્ચના ચેરમેન CA અરુણ નારંગ, વાઇસ ચેરમેન CA  દુશયંત વિઠલાણી, સેક્રેટરી CA અશ્વિન ભાઉવાલા, ટ્રેઅસરર CA શૈલેષ લાખનકીયા, CA પ્રિતેશ શાહ તેમજ અન્ય કમિટી મેમ્બર  ના જણાવ્યા મુજબ ભારતભરમાંથી 1000 થી વધુ ચાટર્ડ એકાઉન્ટન્ટએ  આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
આ વર્ષે નેશનલ કોન્ફરન્સનું  ઉદ્ઘાટન સમાહોરહ ICAI  ના પ્રેસિડેન્ટ CA  અનિકેત સુનિલ તલાટી, PDC ચેરમેન CA  પ્રસન્ન કુમાર ડી., CCM CA  પુરુષોત્તમ ખંડેલવાલ  તેમજ અન્ય ICAI  પદાધિકારો અને સુરત બ્રાન્ચ ના  કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. CASX ના ફાઉન્ડર CA ઋષિક પટેલએ પણ  ના હાજરી આપી હતી જે  આ કોન્ફેરેન્સના  પ્લેટિનમ સ્પોન્સોર હતા.
આ કોન્ફેરેન્સ માં  અલગ અલગ  વિષયો પર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિક્રમ કોટક દ્વારા કેપિટલ માર્કેટ્સ, CCM-CA ઉમેશ શર્મા દ્વારા ITC મુકદ્દમાનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, Dr (CA ) અમન ચુગ  દ્વારા ડી – ડોલરાઇઝેશન, પાસ્ટ પ્રેસિડેન્ટ CA સુનિલ તલાટી દ્વારા CA માટે વિદેશી તક, CCM – CA  પિયુષ છાજેડ દ્વારા ઇન્ટરનેશનલ ટેક્સેશન, CA (Adv) કપિલ ગોયેલ દ્વારા ટેક્સ લીટીગેશન , CA દિલીપ દેસાઈ દ્વારા પ્રોફેશનલ લેન્ડસ્કેપની ફાઇલમાં નવીનતાને પ્રજ્વલિત કરવી જેવા વિષયો પર પોતાના અનુભવ સાથે વિસ્તારપૂર્વક રજુઆત કરી. તેમજ CA as CEO / CFO  ના ટોપિક પર – Symphony ના એક્ષેકયુટીવ ડિરેક્ટર – CA  નૃપેશ શાહ અને Bikaji ના CEO – CA  રિષભ જૈન દ્વારા  પેનલ ડિશક્શન  કરવામાં આવ્યું હતું. ત આ ઉપરાંત  કોઈપણ પૂછપરછનો સામનો કરતી વખતે કે દ્વારા રાખવી પડતી સાવચેતી અને તૈયારી  ના ટોપિક પર  Adv (CA ) તુષાર હેમાની, CA જતીન ક્રિસ્ટોફેર અને  Adv (CA ) નિપુણ સિંઘવી દ્વારા  પેનલ ડિશક્શન  કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સુરત શહેરના CA  દ્વારા ચલાવવામાં આવતા  “શિક્ષા અભિયાન” જેમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન સ્કૂલના 11 માં ધોરણના વિદ્યાર્થીઓને એકાઉન્ટ વિષય પર ભણાવવાની સેવા આપવાનું જે ભગીરથ કાર્ય કરેલ છે એ દરેક CA નું સન્માન પણ કરવાનું કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.