જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે કોમ્યુનિટી સર્વિસ પ્રોગ્રામ રજૂ કર્યો

સુરત: જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ સુરત દ્વારા તાજેતરમાં તેના અભ્યાસક્રમમાં મૂલ્યવાન ઉમેરો તરીકે કોમ્યુનિટી સર્વિસ પ્રોગ્રામ શરૂ છે. આ પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે સહાનુભૂતિ અને ઊંડી સમજ જગાડવાનો છે. આ પ્રોગ્રામ હેઠળ જી. ડી. ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓએ મુક બધિર વિકાસ ટ્રસ્ટ દ્વારા મૂંગા અને બહેરા બાળકો માટે ચલાવાતી સર કીકાભાઈ પ્રેમચંદ શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જી.ડી. ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને સ્ટેશનરી પાઉચનું વિતરણ કર્યું હતું. બાળકો “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ પર ચિત્રકામની પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા. આ પહેલથી વિદ્યાર્થીઓમાં સહાનુભૂતિની ભાવના જન્મી, તેમને સંતોષનું મહત્વ શીખવ્યું અને જીવનની સફરને સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ તેના વ્યાપક અભ્યાસક્રમ અને સર્વગ્રાહી શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે. શાળાનો હેતુ વિદ્યાર્થીઓનો વિકાસ કરવાનો છે. જેઓ સહાનુભૂતિશીલ, દયાળુ છે અને સામાજિક રીતે જવાબદાર હોવાની સાથે જ દરેક વ્યક્તિની જીવન સફરના મૂલ્યની કદર કરે છે.