આઈડીટી દ્વારા 9 મી જુલાઈના રોજ સુરતના ગારમેન્ટ્સ અને કાપડ ઉદ્યોગને વેગ આપવા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની અસર વિષય પર કોન્ક્લેવનું અને ફેશન શો ફેશોનવો -2023નું આયોજન

એસજીસીસીઆઈના સહયોગ થકી એઆઇ સાથે ગાર્મેન્ટ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની દિશામાં આઇડિટીનું ડગલું

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડિઝાઈનના સમયમાં 95%નો ઘટાડો થયો, ડિઝાઈનથી ડિલિવરીનો સમય પણ 30 દિવસ સુધી ઘટયો

આઇડીટીના ફેશન શો “ફેશેનોવા 2023માં 5 રાજ્યોના યુવા ડિઝાઇનર્સ તેમના કલેક્શનનું પ્રદર્શન કરશે

સુરત. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઇડીટી) દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ 9મી જુલાઈના રોજ વાર્ષિક ફેશન શો- ફેશનોવા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે આઇડીટી દ્વારા સુરતમાં ગારમેંટ્સ અને કાપડ ઉદ્યોગને વેગ આપવા અને તે માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરી શકાય તે અંગે એક કોનકલેવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સહયોગ મળ્યો છે. આ આયોજન સરસાણા ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. કોન્કલેવની સાથે જ આઇડીટી દ્વારા ફેશન શો ફેશેનોવા 2023 પણ આયોજિત થશે.

આ અંગે માહિતી આપતા આઇડીટીના અંકિતા ગોયલે જણાવ્યું હતું કે આઇડીટી સુરતના ફેશન અને ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા માટે અગ્રેસર રહી છે, જેમાં તેની ઇવેન્ટ્સમાં ટકાઉ ફેશન અને ટેક્નોલોજી એકીકરણ જેવી પહેલ છે મોખરે છે. આ વર્ષે ફેશનોવા- 2023 કાપડ ઉદ્યોગના ભાવિનું પ્રદર્શન કરશે. સાથે જ ફેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થકી કેવી રીતે નવી – નવી ડિઝાઇન પર કામ કરી શકાય અને સાથે જ કેવી રીતે ઝડપી કામ થઈ શકે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઈવેન્ટને ઈન્ડસ્ટ્રી લીડર્સ- લક્ષ્મીપતિ ગ્રૂપ, એલાયન્સ ફાઈબર્સ લિ., નિતરામ જ્વેલ્સ અને સર્જન ઈન્ટરનેશનલ નો સપોર્ટ મળ્યો છે.

ફેશન ઉદ્યોગમાં એઆઈ (AI)ના કારણ અને સમજણને આગળ વધારવા માટે, IDT એ Zapero, ટેક્નોલોજી કંપની સાથે હાથ મિલાવ્યો છે. જે એપેરલ ઉદ્યોગમાં ડિઝાઇન સમસ્યાઓ માટે ઉકેલો આપવા માટે Generative Al નો ઉપયોગ કરે છે. ક્રિષ્ના ચૈતન્ય, ઝેપેરો AIના સીઈઓ અને સહ- સ્થાપકે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જનરેટિવ AI એક સર્જનાત્મક સોફ્ટવેર છે જે ડિઝાઇનર્સને ડિઝાઇનના સમયને અને ખર્ચને લગભગ 95% ઘટાડીને રસપ્રદ અને સંબંધિત ડિઝાઇન બનાવવાની સવલત આપે છે. ઝેપેરો AI “ડિઝાઇન ટુ ડિલિવરી” સમયને 150 દિવસને બદલે 30 દિવસ સુધી ઘટાડવા માટે એક મોડેલ પણ લોન્ચ કરી રહ્યું છે. ત્યારે IDTના વિદ્યાર્થીઓએ Zapero ટીમ પાસેથી વિશિષ્ટ તાલીમ પ્રાપ્ત કરી છે, જે Al દ્વારા પ્રિન્ટની વિભાવનાઓ અને ડિઝાઇન વિકસાવવા માટે છે અને આ ડિઝાઈનો ફેશન શોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

સીએમએઆઈ ગુજરાત રિજન ના અધ્યક્ષ ડૉ. અજોય ભટ્ટાચાર્ય એ જણાવ્યું હતું કે “સમય સાથે બદલાવ આવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ ગાર્મેન્ટ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું ભવિષ્ય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમજવું અને તેની સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે જેથી આ ઉદ્યોગ માટે આગળનો માર્ગ વધુ સરળ બનાવી શકાય.

શ્રી અશોક ગોયલે જણાવ્યું હતું કે IDTની સ્થાપના થઈ ત્યારથી તેમણે IDT દ્વારા સુરતને કાપડ અને વસ્ત્રો બંને માટેનું હબ બનાવવાનું સપનું સેવ્યું હતું. હવે એ સમય આવી ગયો છે કે IDT વિવિધ વ્યાપારી સંસ્થાઓ સાથે સહયોગ અથવા સંકલન દ્વારા તેના સ્થાપકનું સ્વપ્ન સાકાર કરે. વધુમાં જણાવ્યું હતું કે કોન્ક્લેવમાં
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ચર્ચા કરવામાં આવશે જેમાં જ્યારે AI અને ફેશન એકીકૃત થાય ત્યારે ઊભી થતી શક્યતાઓનું શું અને કેવી હોઇ શકે એ દર્શાવવામાં આવશે અને નિષ્ણાંતો અને વિચારશીલ લીડર ફેશનમાં AIની પરિવર્તનકારી સંભવિતતાનો અભ્યાસ કરશે.

સાંજે 4 થી 6 વાગ્યા સુધી કો
કોન્કલેવના આયોજન બાદ ફેશન શો ફેશનોવા -2023 યોજાશે, કે જે પહેલા કરતા વધુ મોટો અને ભવ્ય ફેશન શો હશે, આ ફેશન શોમાં આ વખતે ભારતીય લગ્નોની થીમ પર આધારિત કલેક્શન રજૂ કરવામાં આવશે. જે ભારતમાં ફેશનના સૌથી ગ્લેમરસ ક્ષેત્રોમાંનું એક છે.

આ વખતે ફેશેનોવામાં
કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઇલ અને રેલ્વે મંત્રી શ્રીમતી દર્શના જરદોશના સૂચનોને ધ્યાનમાં લઈ હસ્તકલાના પ્રચારની સાથે તેના જરીના ઉપયોગને સફળતાપૂર્વક પુનઃજીવિત કરવામાં આવ્યું છે. સાથેજ ઉપસ્થિતો દર્શકોને કપડાના વેસ્ટેજના ઉપયોગ થકી વિવિધ એક્સેસરીઝના વિકાસને જોવાની તક મળશે. આ શોમાં ગુજરાતના ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ સાથે જ બિહાર, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના 150થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ ગારમેંટ્સ પહેરીને 16 જેટલી ટોપ મોસ્ટ મોડેલ રેમ્પવોક કરશે. આ શોને ડિઝાઇનર નરેન્દ્ર કુમાર દ્વારા મેન્ટેર કરવામાં આવ્યો છે. શોની કોરિયોગ્રાફી કેયુર દેસાઈ દ્વારા કરવામાં આવી છે.