સુરતમાં આજથી સીએ નેશનલ કોન્ફરન્સનું આયોજન

દેશભરમાંથી એક હજાર સીએ લઈ રહ્યા છે ભાગ

સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરત બ્રાંચ દ્વારા 24 અને 25 જૂનના રોજ સુરત ખાતે ઓલ ઈન્ડિયા નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન CA અરુણ નારંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરમાંથી એક હજાર સીએ ભાગ લઈ રહ્યા છે.

ડુમસ રોડ સ્થિત લે મેરિડીયન હોટેલ ખાતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રિય કોન્ફરન્સમાં નિષ્ણાંતો દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના માધ્યમથી કેપિટલ બજાર, આઈટીસી સંબંધિત કેસો, વિત્તિય બજાર, વિદેશી તક, આંતરરાષ્ટ્રીય કર, આયકર કાયદો જેવા વિષય પર પોતાના અનુભવ થકી વિશ્લેષણ કરશે. સાથે જ ICAI ના અધ્યક્ષ CA અનિકેત સુનીલ તલાટી, પૂર્વ અધ્યક્ષ CA સુનીલ તલાટી, ICAI ના બોર્ડ ઓફ સ્ટડીઝના પૂર્વ અધ્યક્ષ CA જય છૈરા, CCM CA પુરુષોત્તમ ખંડેલવાલ CCM CA ઉમેશ શર્મા, CCM CA પિયુષ છાજેડ પોતાના અનુભવ થકી વિસ્તૃત માહિતી આપશે.

આ ઉપરાંત દરેક સુરત સિટી CA દ્વારા ચલાવાતું “શિક્ષા અભિયાન” ના માધ્યમથી સુરત મનપા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓને એકાઉન્ટ વિષય ભણાવનાર CA ને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.