સુરતની યોગ ટ્રેનર અને ઇન્ફ્લ્યુઅન્સર અલ્કા પેરીવાલ હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં ‘મેડ ઓન રોપોસો’ ટેલેન્ટ હંટમાં વિજેતા

સુરત: શોર્ટ વિડિયો ટેલેન્ટ પ્લેટફોર્મ ગ્લાન્સ રોપોસો ઉપર દેશવ્યાપી ટેલેન્ટ હંટ ‘મેડ ઓન રોપોસો’ ના ગ્રાન્ડ ફિનાલેમાં હેલ્થ એન્ડ ફિટનેસ કેટેગરીમાં સુરતના યોગ ટ્રેનર અને ઇન્ફ્લ્યુઅન્સર અલ્કા પેરીવાલ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

ભારતના ટોચના શોર્ટ વિડિયો ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટર્સની ઓળખ કરવા માટે રોપોસો દ્વારા ‘મેડ ઓન રોપોસો’ માં ગત સપ્તાહે યોજાયેલા વર્ચ્યુઅલ ગ્રાન્ડ ફિનાલેમાં પાંચ કેટેગરીમાં 2 વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઝ સહિત 18 ફાઇનલિસ્ટમાંથી વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. તમામ ફાઇનલિસ્ટ દેશના વિવિધ હિસ્સામાંથી તેમના ઘરેથી જ કોન્ટેસ્ટમાં જોડાયા હતાં. શોના જજ અને મેન્ટર્સ – બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા, જાણીતા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન તેમજ ટોચના કાસ્ટિંગ ડાયરેક્ટર મૂકેશ છાબર ફિનાલેમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

21 વર્ષીય અલ્કાએ તેમના શોર્ટ વિડિયોમાં એક દિવસ ભારતનું પ્રતિનિધિત્વ કરવાના સપના સાથે યોગ દ્વારા વિવિધ ભારતીય રમતવીરોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે રૂ. 1 લાખનું રોકડ ઇનામની સાથે સેલિબ્રિટી જજ સાથે કન્ટેન્ટ  ક્રિએટ કરવાની તક પ્રાપ્ત કરી છે. ખૂબજ નાની ઉંમરે અલ્કાએ સફળતાપૂર્વક ડિપ્લોમા કોર્સ ઇન યોગ પ્રાપ્ત કર્યો છે અને તે રોપોસો એપ ઉપર તેમના શોર્ટ વિડિયો દ્વારા સોશિયલ મીડિયાથી લોકોને યોગના લાભ અંગે શિક્ષિત કરવા અને યોગ પ્રત્યે તેમને આકર્ષવાની ઇચ્છા ધરાવે છે.

અલ્કાએ જણાવ્યું હતું કે, “મારા મતે કન્ટેન્ટ ક્રિએટર્સને તેમની પ્રતિભા દર્શાવવા માટે ‘મેડ ઓન રોપોસો પરફેક્ટ પ્લેટફોર્મ છે. આ બેજોડ તક પ્રદાન કરવા તેમજ મારા પ્રયાસોનું વળતર આપવા બદલ હું રોપોસોને આભારી છું. આ ઇન્ટરેક્ટિવ શો અને જજ દ્વારા મને અપાયેલું માર્ગદર્શન જોવું અદ્ભુત હતું. રોપોસો દ્વારા આ સન્માનથી મને યોગ અને તેના લાભો વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહન મળ્યું છે તેમજ મને અપાયેલા રોકડ ઇનામની રકમનો ઉપયોગ યોગમાં મારી કારકિર્દીને બળ આપવા માટે કરવાની મારી યોજના છે. હું લોકોને તેમના દૈનિક જીવનમાં યોગને હિસ્સો બનાવવા માટે પ્રેરિત કરવા માગું છું, વિશેષ કરીને હાલના મૂશ્કેલ સમયમાં યોગ ઉપયોગી બની રહેશે.”

ભારતના અગ્રણી શોર્ટ વિડિયો ટેલેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક ગ્લાન્સ રોપોસોએ દેશના ઓરિજિનલ શોર્ટ વિડિયો કન્ટેન્ટના આગામી મોટા ક્રિએટરની શોધ માટે #મેડ ઓન રોપોસો લોંચ કર્યું હતું. બે મહિના સુધી ચાલેલા આ વિશેષ વર્ચ્યુઅલ ટેલેન્ડ હંટ માટે પાંચ કેટેગરી ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ, હેલ્થ એન્ડ ફિટનેસ, એક્ટિંગ એન્ડ કોમેડી, સિંગિંગ એન્ડ ડાન્સ અને બ્રેકઆઉટ્સ (જેમાં ફૂડ, ડીઆઇવાય વગેરે સામેલ હતાં)માં 30,000થી વધુ એન્ટ્રીઝ પ્રાપ્ત થઇ હતી. શો દરમિયાન સેલિબ્રિટી જજે આ કન્ટેન્ટ ક્રિએટર્સના માસ્ટરક્લાસ સેશન્સ, ટીપ્સ અને શોબીઝ ટ્રિક્સની સાથે માર્ગદર્શન કર્યું, જેથી આ ઉભરતા પ્રતિભાશાળી કલાકારો પોતાના લક્ષ્યો સુધી પહોંચી શકે.

‘મેડ ઓન રોપોસો’ સાથે ગ્લાન્સ રોપોસોએ ઉભરતાં ક્રિએટર્સ માટે પોતાની જાતને એક મજબૂત  સ્ટેજ તરીકે તેમજ વિશિષ્ટ અને એંગેજિંગ વિડિયોઝ ક્રિએટ કરવા અને શેર કરવા માટેના રસપ્રદ ડેસ્ટિનેશન તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. પ્લેટફોર્મ યુઝર્સને ભારતની 12થી વધુ ભાષામાં 25 વિવિધ યુઝર-જનરેટેડ ચેનલ્સ જેમકે કોમેડી, ફિલ્મ્સ, ન્યુઝ, ફેશન અને સ્પોર્ટ્સ વગેરેમાં વિડિયો કન્ટેન્ટ શોધવામાં મદદરૂપ બને છે.