સુરત: ઘી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, સુરત બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા તારીખ ૨૩/૧૨/૨૦૨૩ અને ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ મેગા કોન્ફરન્સ ઓફ CA સ્ટુડેંટ્સ “ભારત રથ” નું આયોજન કરવામાં આવ્યું છે. સુરત બ્રાન્ચના ચેરમેન CA અરુણ નારંગ & સુરત બ્રાન્ચ WICASA (સ્ટુડન્ટ એસોસિએશન) ના ચેરમેન CA દુષ્યંત વિઠલાણી ના જણાવ્યા મુજબ પશ્ચિમ ભારતભરમાંથી ૧૨૦૦ થી વધુ ચાટર્ડ સ્ટુડેંટ્સ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
આ વર્ષે મેગા કોન્ફરન્સમાં મુખ્યત્વે સ્ટ્રેટેજિક મૅનેજમેન્ટ , ફાઇનાન્શ્યલ મૅનેજમેન્ટ , બિઝનેસ કેસ સ્ટડીઝ, એથિક્સ, CA માટેની તકો, ફાઇનાન્સ જેવા વિષયો પર વિવિધ તજજ્ઞ પોતાના અનુભવ સાથે વિશ્લેષણ કરશે. આ પ્રસંગે ICAI ના CCM CA વિશાલ દોશી & CA પુરષોતમ ખંડેલવાલ તેમજ WIRC of ICAI ના પ્રમુખ CA અર્પિત કાબરા આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.