તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “21 દિવસ” એ પારિવારિક કોમેડી દર્શાવતી ફિલ્મ છે જેમાં સૌથી વધારે તેનું પ્રેઝેન્ટેશન મેટર કરે છે. ફિલ્મની સ્ટોરી સિમ્પલ છે છત્તા પણ તે દર્શકોને આકર્ષે તેવી છે. ફિલ્મમાં એક પરિવારના 2 સગા ભાઈ વચ્ચેના વિવાદની વાર્તા છે. જેમના બે પુત્રો કરણ અને અર્જુન વચ્ચે પણ ઝગડા થતા રહે છે. આ બધા વચ્ચે કરણ માટે યુએસ માં રહેતી એક છોકરીનું મેરેજ પ્રપોઝલ આવે છે, જે કોઇ પણ રીતે આ મેળ બેસી જાય તો પરિવાર સધ્ધર બની શકે તેમ હોવાથી પરિવારના સભ્યો નગમતુ હોવા છતાં પણ એક થઇ જાય છે. યુએસથી આવેલી છોકરી પરિવારને મળવા આવે છે, ત્યારે અચાનક લોકડાઉન ઘોષિત થઈ જાય છે, જેને લીધે સમગ્ર પરિવારને 21 દિવસ માટે એકબીજા સાથે રહેવાનું થાય છે, તે પણ યુએસથી આવેલી છોકરી સાથે. અને પછી શું થાય છે તે તો આ ફિલ્મ જોઈને જ ખબર પડશે.
ટૂંક માં કહીએ તો 2 કલાક 25 મિનિટની આ ફિલ્મ પારિવારિક અને હળવી- ફૂલકી કોમેડી ધરાવતી ફિલ્મ છે. ધરેડ ફ્લેગ એન્ટરટેઇનમેન્ટની પ્રસ્તુતિ ‘21 દિવસ’ ફિલ્મમાં મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, પૂજા ઝવેરી, પ્રેમ ગઢવી, રાજુ બારોટ, દીપા ત્રિવેદી, ભરત ઠક્કર, કલ્પેશ પટેલ, મનિષા ત્રિવેદી, કામિની પટેલ, પૂજા પુરોહિત, પ્રશાંત જાંગીડ જેવા કલાકારો છે જેમણે દરેકે આ પોતાના પાત્રને સંપૂર્ણ રીતે ન્યાય આપ્યો છે. ફિલ્મની દરેક પંચલાઈન ખૂબ જ જોરદાર છે. પૂજા ઝવેરીએ આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે અને પ્રખ્યાત કોરિયોગ્રાફર કુશબેન્કર દ્વારા આ ફિલ્મડિરેક્ટ કરવામાં આવી છે.