ઓરો યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ, ગુરુવાર, 18 જાન્યુઆરી, 2024 ના રોજ યોજાશે.

સુરત, 16,જાન્યુઆરી 2024:  ઓરો યુનિવર્સિટીનો ૧૧ મો દીક્ષાંત સમારોહ, ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે, મુખ્ય અતિથિ ડૉ. કિરણ બેદી, પોંડિચેરી, ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નરની પ્રોત્સાહક હાજરીમાં  ગુરુવાર, ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સાંજે ૪:૧૦ વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે.

ઓરો યુનિવર્સિટી ની સ્થાપના નાવીન્યપૂર્ણ નુતન અભિગમ સાથે મહર્ષિ શ્રી અરવિંદજી ના આશીર્વાદ  અને પૂજ્ય શ્રી માતાજીની પ્રેરણાથી કરવામાં આવી છે.

પ્રોફેસર પરિમલ વ્યાસ, વાઇસ ચાન્સેલર, ઓરો યુનિવર્સિટીએ પ્રેસને જણાવ્યું કે આ દીક્ષાંત સમારંભ માં ટોટલ  “291 વિદ્યાર્થીઓ [171 છોકરાઓ અને 120 છોકરીઓ] ને અંડર-ગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા એનાયત કરવામાં આવશે”.

ઓરો યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ, અને માનનીય ચાન્સેલર શ્રી હસમુખ પી. (એચ.પી.}
રામાએ જણાવ્યું હતું કે “ઓરો યુનિવર્સિટીએ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગ નું શિક્ષણ આપતી પ્રીમિયર યુનિવર્સિટી છે, જેમાં વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવામાં મદદરૂપ થતું નાવીન્યપૂર્ણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. શ્રી રામાએ જણાવ્યું હતું કે જણાવ્યું કે ઓરો યુનિવર્સિટીએ વૈશ્વિક શિક્ષણ સહકાર વધારવા માટે હાલમાં જ કેનવાસ સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકા અને યુનિવર્સિટી ઓફ સેન ડિયેગો સાથે સમજૂતી કરાર (એમઓયુ} ને ઔપચારિક સ્વરૂપ આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ શૈક્ષણિક ભાગીદારી સંયુક્ત વ્યવસ્થાપન વિકાસ અને શિક્ષણ કાર્યક્રમો, સંશોધન યોજનાઓ, અને ટૂંકા ગાળાનાં વિદ્યાર્થી વિકાસલક્ષી કાર્યક્રમો, સાંસ્કૃતિક અનુભવોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.   તેમણે આનંદનીં લાગણી અનુભવતા  જણાવ્યું કે ઓરો યુનિવર્સિટી દ્વારા 37 રેન્ક ધારકોને (16 સુવર્ણ ચંદ્રકો અને 21 સિલ્વર મેડલ)  26 છોકરીઓ અને 11 છોકરાઓ ને એનાયત કરવામાં આવશે.

જેમાં ટોચ પર સ્કૂલ ઓફ બિઝનેસ ૧૧૬  વિદ્યાર્થીઓ (બીબીએ, એમબીએ, તેમજ બી.કોમ), સ્કૂલ ઑફ હોસ્પિટાલિટી [બી.એસ.સી. એચ.એમ.)  ના 46 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી [બી.એસ.સી. અને એમ.એસ.સી.  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ]ના 36 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઑફ લૉ ના [એલ.એલ. એમ.  અને ૫ વર્ષ બીબીએ-એલએલબી અને બી.એ. એલએલબી) 32 વિદ્યાર્થીઓ,  સ્કૂલ ઑફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સ [બી.એ. અને બી.એ. ઓનર્સ) 24 વિદ્યાર્થીઓ, સ્કૂલ ઑફ ડિઝાઇનના 21 વિદ્યાર્થીઓ [બી. ગ્રાફિક્સ અને કોમ્યુનિકેશન ડિઝાઇન, ઇન્ટર-સ્પેસ, અને ફેશન અને ટેક્સટાઇલ), અને સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન્સ [બીજેએમસી] ના 14 વિદ્યાર્થીઓ.અને અન્ય ભૂતકાળના વિદ્યાર્થીઓ ને અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં લીડરશીપ ટીમના સભ્યો, રજિસ્ટ્રાર, અને ઓરો યુનિવર્સિટીના અન્ય પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા.