ફોટોગ્રાફી પર યોજાયેલ સેમિનારમાં શીખી ફોટોગ્રાફી ની ટેકનિક

સુરત: દરેક વ્યકિતના હાથમાં સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકો સેલ્ફી અને રિલ્સ બનાવવા લાગ્યા છે. જોકે ફોટોગ્રાફી ની ટેકનિક ના અભાવે ઘણી વખત વધુ સારો એંગલ કે એડીટિંગ ની ઉણપ રહેતી હોય છે. ત્યારે આ ઉણપ ને દુર કરવા માટેનું બીડું મેકસ મીડિયા સ્ટુડિયો એ ઝડપ્યું છે. સેમિનાર ના માધ્યમથી તેઓ લોકોને ફોટોગ્રાફી શીખવાડી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ અડાજણ રાજ વિક્ટોરિયા ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

ત્રણ કલાકના આ સેમિનારમાં

બેઝિક ફોટોગ્રાફી, વિડિયો એડિટિંગ, ફોટો એડિટિંગ તેમજ મોડલ સુટ આ ચારેય વિષય ઉપર મેક્સ મિડીયાની દરેક ફેકલ્ટી એ પોતપોતાના સરસ માર્ગદર્શન દ્વારા દરેક પાર્ટિસિપેટને મંત્રમુગ્ધ કરી દીધા હતા.  દરેકને પ્રેક્ટીકલ અસાઇમેન્ટ દ્વારા ફોટોગ્રાફી ના સિક્રેટ બતાવ્યા અને ફોટોગ્રાફી ફિલ્ડમાં તેઓ કેવી રીતે આગળ વધી શકે અને કઈ કઈ વસ્તુ ખૂબ અગત્યની છે એનું દરેક વસ્તુનું બારી કાઈ થી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મેક્સ મીડિયા એકેડેમી માત્ર ટ્રેનિંગ જ નહીં પરંતુ જોબ અપાવવા સુધીના પ્રયત્નો કરે છે અને અત્યાર સુધીમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં જોબ મેળવી અને પોતાનું કેરિયર બનાવ્યું છે

મેક્સ મીડિયા સુરત માટે ગૌરવ સમાન આટલા મોટા વિશાળ સ્ટુડિયો ધરાવતી આ માત્ર એક સંસ્થા છે. જેમાં 15 વર્ષથી પણ વધુ અનુભવી ફેકલ્ટી અને સંપૂર્ણ ઇક્યુમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને દરેક પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડે છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયા વગર જીવન અધૂરું છે અને દરેક સોશિયલ મીડિયામાં વ્યાપારી પોતાની એડવર્ટાઇઝમેન્ટ માટે ફોટોગ્રાફી અને શૂટિંગ કરાવે છે જે દરેક પ્રકારના કોર્સ મેકસમીડિયા એકેડમી ખુબ સરસ રીતે સંચાલન કરે છે.